સપડા ગામના યુવાનનું ઉલ્ટીઓ બાદ બેભાન થવાથી મૃત્યુ
જામનગરના એરફોર્સ રોડ, રાજીવનગર કોલોનીમાં રહેતી એક મહિલાએ કોઇ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ જીવાદોરી ટુંકાવી લીધી છે જયારે સપડા ગામમાં એક યુવાનનું ઉલ્ટીઓ થયા બાદ બેભાન અવસ્થામાં સારવાર દરમ્યાન મૃત્યુ નિપજયુ હતું.
શહેરના ખેતીવાડી વિસ્તાર, રાજીવનગર કોલોનીમાં રહેતા રાજુબેન મેઘજીભાઇ ભરાડીયા (ઉ.વ.77) નામના વૃઘ્ધાએ ગઇકાલે પોતાના ઘરે કોઇપણ કારણસર છતની આડીમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નિપજયુ હતું, આ બનાવ અંગે રાજીવનગર કોલોનીમાં રહેતા ભીખા મેઘજીભાઇ ભરાડીયાએ સીટી-સી પોલીસમાં જાણ કરી હતી.
બીજા બનાવમાં જામનગર તાબેના સપડા ગામમાં રહેતા હિતેશ જીવરાજભાઇ ઝાલા (ઉ.વ.44) નામના યુવાનને તેમના ઘરે ઉલ્ટીઓ થતા અને બેભાન થઇ જતા જી.જી. હોસ્પીટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જયાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું છે. આ અંગે સપડા ગામમાં રહેતા દિલીપભાઇ ઝાલાએ પંચ-એમાં જાણ કરતા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા નગરપાલિકાના પેન્શનરો લાંબા સમયથી પેન્શન મળ્યું નથી...
December 23, 2024 11:49 AMવિશ્ર્વના બીજા સૌથી ધનવાન વ્યકિત જેફ બેઝોસના લગ્નમાં ૫૦૦૦ કરોડનો ખર્ચ થશે
December 23, 2024 11:46 AMજામનગર હાપા માર્કેટિંગ યાર્ડમાં દુકાનમાં થયેલી રોકડની ચોરીનો ગણતરીની કલાકોમાં LCB એ ભેદ ઉકેલ્યો
December 23, 2024 11:44 AMદ્વારકા જિલ્લામાં આગામી ચૂંટણી અન્વયે મતદારયાદીની પ્રાથમિક પ્રસિધ્ધિ
December 23, 2024 11:44 AMટ્રમ્પે ભારતીય મૂળના શ્રીરામ કૃષ્ણનની એઆઈ નીતિ સલાહકાર તરીકે નિયુકિત કરી
December 23, 2024 11:43 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech