ઘુંવાવ ગામમાં વૃદ્ધ મહિલા માથું પકડીને નીચે પટકાઈ પડતાં મૃત્યુ

  • January 29, 2024 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ધુંવાવ ગામમાં રહેતા વૃદ્ધ મહિલા પોતાના ઘેર માથું પકડીને નીચે પટકાઈ પડયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજયું છે.
જામનગર તાલુકાના ધુંવાવ ગામમાં રહેતી ઊજીબેન ભવાનભાઈ સોનગરા નામના ૬૦ વર્ષના વૃદ્ધ મહિલા, પોતાના ઘેર અચાનક માથું પકડીને નીચે પટકાઈ પડ્યા હતા, અને તેઓને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજ્યું હોવાનું જાહેર કર્યું હતું.
 આ બનાવ અંગે મૃતકના પુત્ર હેમંતભાઈ ભવાનભાઈ સોનગરાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application