કોવિડ હોસ્પીટલમાં વૃઘ્ધાનું મોત: બીજા દિવસે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ પોઝીટીવ કેસ નહીં

  • July 16, 2021 11:25 AM 

કુલ મૃત્યુ 4628 : કુલ પોઝીટીવ કેસ 35964 : ડીસ્ચાર્જ : 2 - જામનગર શહેરમાં માત્ર એક કેસ નોંધાયો : કોવિડ હોસ્પીટલમાં 20 અને મ્યુકરમાઇકોસીસના વોર્ડમાં 25 દર્દીઓ સારવારમાં

જામનગર સહિત સમગ્ર હાલારમાં કોરોના હવે અંતિમ તબકકામાં છે ત્યારે આજે વહેલી સવારે નાગેશ્ર્વર વિસ્તારમાં રહેતી 82 વર્ષની વૃઘ્ધાનું કોવિડ હોસ્પીટલમાં મૃત્યુ થયું છે જયારે સતત બીજા દિવસે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી, કોવિડ હોસ્પીટલમાં 20 અને મ્યુકરમાઇકોસીસના વોર્ડમાં 25 જેટલા દર્દીઓ સારવારમાં હોવાનું જાણવા મળેલ છે, અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 4628 થયો છે જયારે કુલ પોઝીટીવ કેસ 35964 થયા છે. બે દર્દીઓની તબિયત સારી થઇ જતા તેઓને રજા આપવામાં આવી છે.

જાણવા મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે નાગેશ્ર્વર વિસ્તારમાં રહેતા તેજલબેન નાનજીભાઇ ઢાપા નામના 82 વર્ષના વૃઘ્ધાનું કોવિડ હોસ્પીટલમાં મોત થયું છે, જીલ્લામાં કોરોના પોઝીટીવનો આંક સતત નીચે ઉતરતો જાય છે, છેલ્લા ત્રણ અઠવાડીયાથી જામનગર શહેર અને જીલ્લાનો આંકડો સિંગલ ડીજીટમાં આવી રહયો છે, ગ્રામ્ય વિસ્તારમાં માત્ર એક અને શહેરી વિસ્તારના એક દર્દીને રજા આપવામાં આવી છે, કોરોના પોઝીટીવ દર્દીમાં શહેરના 22225, ગ્રામ્ય વિસ્તારમાં 12442 યથાવત રહયો છે.
બીજી તરફ મ્યુકરમાકોસીસના વોર્ડમાંથી 3 દર્દીઓની તબિયત સારી થઇ જતા રજા આપવામાં આવી છે જયારે એક દર્દી ઉપર મેજર સર્જરી કરવામાં આવી છે, કુલ 25 દર્દીઓ મ્યુકરમાઇકોસીસના વોર્ડમાં દાખલ છે. આમ કોરોના હવે સાવ વિદાય લઇ રહયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS