BREAKING NEWS

મોરબીમાં વાવડી ચોકડી પાસે કારચાલકે ઓટો રિક્ષાને હડફેટે લેતાં વૃધ્ધાનું મોત

  • June 11, 2026 11:54 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીમાં સતત બીજા દિવસે બેફામ કારચાલકના કારણે ગંભીર અકસ્માત સર્જાતા એક મહિલાનું મોત નીપયું છે. મળતી માહિતી મુજબ મોડી સાંજે વાવડી ચોકડી નજીક જામનગર પાસિંગની કારના ચાલકે ઓટો રિક્ષાને હડફેટ મારતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં વાવડી ગામના રહેવાસી સોઢા ભાનુબેન દિલીપભાઈ (ઉ.વ. ૬૦)ને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપયું હતું. ઘટનાને પગલે વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ હતી.
ઉલ્લ ેખનીય છે કે ગઈકાલે પણ સનાળા રોડ પર એક વૃદ્ધ કારચાલકે ત્રણ અલગ–અલગ સ્થળે અકસ્માત સર્યેા હતો. સતત બીજા દિવસે બનેલી આ ઘટનાને લઈને શહેરમાં પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. રાયમાં દાબંધી હોવા છતાં બેફામ વાહનચાલન અને અકસ્માતોની વધતી ઘટનાઓને લઈને નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application