વ્યકિતઓને નાની-મોટી ઇજા થતા ૧૦૮માં હોસ્પીટલ ખસેડાયા
જામનગર-ખંભાળીયા ધોરીમાર્ગ પર વધુ એક અકસ્માતનો બનાવ આજે સવારે બહાર આવ્યો હતો જેમાં બોલેરો પલ્ટી ખાતા એક વ્યકિતનું મૃત્યુ નિપજયુ હતું.
મળતી વિગત મુજબ જામનગર ખંભાળીયા હાઇવે મોડપર-જાખર પાટીયા પાસે આજે સવારે બોલેરો વાન અચાનક પલ્ટી ખાઇ જતા અકસ્માત સર્જાયો હતો જેમાં એક વ્યકિતનું મૃત્યુ થયુ હતું, અકસ્માત અંગે ૧૦૮ને જાણ કરવામાં આવતા તાકીદે એમ્બ્યુલન્સ દોડી ગઇ હતી.
આ અકસ્માતમાં છ લોકોને ઇજા થતા ૧૦૮ની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર અર્થે અત્રેની જી.જી. હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મેઘપર પોલીસને જાણ કરવામાં આવી હતી.
***
મતવાથી મોડપર રોડ પર કારે ઠોકર મારતા વૃઘ્ધનું મૃત્યુ: પાછળથી ઠોકર મારી સ્વીફટનો ચાલક ફરાર
જામનગર નજીક મતવા ગામથી મોડપર તરફના રસ્તામાં આવેલ પુલીયા પર ગઇકાલે સ્વીફટ કારે ઠોકર મારતા વૃઘ્ધનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયું છે આ અંગે કારચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે.
કાલાવડ તાલુકાના ચારણ પીપળીયા ગામમાં રહેતા અરવિંદ વસુભાઇ ધાંધણીયા (ઉ.વ.૩૮) નામના યુવાને ગઇકાલે પંચ-એમાં સ્વીફટ કાર જીજે૩એનબી-૮૭૭૯ના ચાલક ધવલ પ્રવિણ વાઘેલા રહે. એ.જી. ચોક કાલાવડ રોડ, રાજકોટની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
ગઇકાલે વહેલી સવારના જામનગર નજીક મતવાથી મોડપર તરફના પુલીયા પર આરોપીએ પોતાની સ્વીફટ કારને બેફામ અને બેદરકારીથી ચલાવી ફરીયાદીના પિતાને પાછળથી ઠોકર મારીને પછાડી દીધા હતા, અકસ્માતમાં વૃઘ્ધને માથાના ભાગે ગંભીર ઇજા તેમજ શરીરના ભાગે નાની મોટી ઇજાઓ કરી મોત નિપજાવી ચાલક નાશી છુટયો હતો. ફરીયાદના આધારે પંચ-એના પીએસઆઇ એ.કે. પટેલ તપાસ ચલાવી રહયા છે.
***
સોયલ ટોલનાકા નજીક એસટી બસ બંધ ટ્રકની પાછળ અથડાઇ: જામનગરના મહિલા સહિતના મુસાફરોને નાની-મોટી ઇજા
સોયલ ટોલનાકાથી ધ્રોલ તરફના રોડ પર ગઇકાલે એસટી બસના ચાલકે બેદરકારીથી ચલાવી રોડની સાઇડમાં બંધ ટ્રકમાં પાછળથી અથડાવતા જામનગરના મહિલા અને બસમાં બેઠેલા અન્યને નાની મોટી ઇજા થઇ હતી.
જામનગરના ખારવા ચકલો ટીંબા ફળીમાં રહેતા દુર્ગાબેન મધુભાઇ સોલંકી (ઉ.વ.૪૦) નામના મહિલાએ ગઇકાલે ધ્રોલ પોલીસમાં એસટી બસ નં. જીજે૧૮ઝેડ-૮૧૧૦ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
ગઇકાલે એસટી બસના ચાલકે પોતાના હવાલાની બસ પુરઝડપે અને બેદરકારીથી ચલાવીને સોયલ નાકાથી થોડે દુર ધ્રોલ તરફ રોડની સાઇડમાં બંધ ટ્રક નં. જીજે૩૭ટી-૪૦૦૨ની પાછળ ઠોકર મારી અકસ્માત કર્યો હતો જેમાં ફરીયાદી તથા બસમાં બેઠેલ સાહેદોને ફ્રેકચર તેમજ નાની મોટી ઇજાઓ થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુપ્રીમે નક્કી કરેલી સમયમર્યાદા પર રાષ્ટ્રપતિએ કર્યા સવાલ-બંધારણમાં આવી કોઈ જોગવાઈ નથી
May 15, 2025 02:45 PM‘આવો આવો, અમારા પોરબંદરમાં લૂંટફાટ કરવી હોય તો ઘણુ મળશે!’
May 15, 2025 02:44 PMપોરબંદરમાં લોકોને પાયાની સુવિધા આપવા મનપાનું તંત્ર કટિબધ્ધ
May 15, 2025 02:38 PMબે પત્નીના પરિવારોના ડખ્ખામાં થયેલી હત્યાના બે મહિલા આરોપીની જામીન અરજી નામંજુર
May 15, 2025 02:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech