રાજકોટ બસ પોર્ટમાં એસટી હડફેટે વૃધ્ધનું મોત

  • February 17, 2024 11:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ એસ.ટી. બસ પોર્ટ પર આજરોજ વહેલી સવારે અકસ્માતની ઘટના બની હતી.જેમાં એસ.ટી બસની ઠોકરે અહીં પ્લેટફોર્મ નં.૬ ૭ પાસે ઉભેલા વૃધ્ધનું કમકમાટીભયુ મોત થયું હતું. ૭૦ વર્ષીય વૃધ્ધ વહેલી સવારે અન્ય બસમાંથી ઉતરી બીજી બસમાં બેસવા જતા હતા દરમિયાન ભાણવડ– સુરત ટની બસે તેમને હડફેટે લીધા હતાં.બનાવના પગલે પોલીસે અહીં પહોંચી જરી કાર્યવાહી કરી હતી.વૃધ્ધની ઓળખ ન થઇ હોય પોલીસે તેમની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી છે.

અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુુજબ,આજરોજ વહેલી સવારે ૩:૫૭ કલાકે રાજકોટમાં ઢેબર રોડ પર આવેલા એસ.ટી બસ પોર્ટમાં પ્લેટ ફોર્મ નંબર ૬૭ પાસે ઉભેલા ૭૦ વર્ષના વૃધ્ધને સુરત–ભાણવડ ટની એસ.ટી બસે ઠોકરે લેતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતાં. બાદમાં ૧૦૮ ને જાણ કરવામાં આવતા ૧૦૮ના ઇએમટીએ જોઇ તપાસી વૃધ્ધને મૃત જાહેર કર્યા હતાં. બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એએસઆઇ કાજલ માઢક તથા સ્ટાફે અહીં પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો.

અકસ્માતના આ બનાવની વધુમાંં જાણવા મળતી વિગતો મુજબ,અકસ્માતના મોતને ભેટનાર ૭૦ વર્ષના વૃધ્ધ અન્ય બસમાંથી ઉતરી બીજી બસમાં બેસવા જતા હતાં દરમિયાન સુરત–ભાણવડ ટની આ બસે તેમને હડફેટે લેતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભયુ મોત થયું હતું. વૃધ્ધ ભાણવડ પંથકના વતની હોવાનું માલુમ પડયું છે.પોલીસે વૃધ્ધની ઓળખ મેળવવા તેના વાલીવારસની શોધખોળ શ કરી છે. બનાવ અંગે વધુ તપાસ એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એમ.કે.મોવલીયા ચલાવી રહ્યા છે.

રાજકોટ એસટી બસપોર્ટ એટલે થાળી ભાંગીને બનાવેલો વાટકો
રાજકોટ શહેરના ઢેબર રોડ આવેલું ૫૦ વર્ષ જૂનું વિશાળ સેન્ટ્રલ એસટી બસ સ્ટેશન ડિમોલિશ કરી તેના સ્થાને પીપીપી ધોરણે .૧૫૪ કરોડના ખર્ચે બનાવેલું બસ પોર્ટ એટલે થાળી ભાંગીને બનાવેલો વાટકો. અહીં વ્યાપક રીતે અસુવિધાઓની ભરમાર તો છે જ સાથે સાથે દરરોજ અનેક અકસ્માતો પણ સર્જાઇ રહ્યા છે. નવુ બસપોર્ટએ બસપોર્ટ ઓછું પરંતુ કોમર્શિયલ કોમ્પ્લેકસ જેવું વધુ છે, અગાઉની તુલનાએ મોબિલિટી સ્પેસ ઘણી જ ઘટી ગઇ હોય બસ ડ્રાઇવરો પણ ત્રાહિમામ પોકારી ઉઠા છે. ગત રાત્રે સર્જાયેલા અકસ્માતમાં મુસાફરનું મોત નીપયું છે પરંતુ એસટી તંત્રના અધિકારીઓના પેટનું પાણી હલતું નથી. નાના મોટા અકસ્માતો દરરોજ સર્જાઇ છે, મુસાફરો ઉપર સતત જોખમ ઝળુંબતું રહે છે.

વિભાગીય નિયામક, ટ્રાફિક ઓફિસર, ડેપો મેનેજરના ફોન સતત નો–રિપ્લાય
ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી બસ પોર્ટમાં આજે વહેલી સવારે ભાણવડ–સુરત ટની એસટી બસ હડફેટે મુસાફરનું કણ મોત નિપયાની ઘટના બહાર આવ્યા બાદ આ મામલે રાજકોટ એસટી ડિવિઝનના વડા એવા વિભાગીય નિયામક, ડિવિઝનલ ટ્રાફિક ઓફિસર તેમજ ડેપો મેનેજર સહિતનો સંપર્ક સાધવા પ્રયાસ કરતા આજે સવારે ૧૦ વાગ્યા સુધી તમામના સત્તાવાર મોબાઇલ ફોન નંબર સતત નો–રિપ્લાય થયા હત




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application