BREAKING NEWS

જામનગર : ચેલા ગામમાં કારે બાઇકને હડફેટે લેતા વૃઘ્ધનું મૃત્યુ

  • December 29, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
  



જામનગરના ચેલા, માધવ વિહાર સોસાયટી સામેના રોડ પર ગઇકાલે સાંજે એસયુવી કારના ચાલકે બાઇકને હડફેટે લેતા એક વૃઘ્ધનું મોત થયુ છે જયારે ધુંવાવ ગોળાઇ પાસે ૧૦ દિવસ પહેલા રીક્ષા પલ્ટી મારી જતા એક બાળકનું મૃત્યુ થયુ હતું જયારે માતાને ઇજા પહોચી હતી જેમાં રીક્ષાચાલક સામે ફરીયાદ કરવામાં આવી છે. 


જામનગરના ખોજા ગેઇટ નજીક લાલખાણ વિસ્તારમાં આવેલ રિઘ્ધી સિઘ્ધી સોસાયટીમાં રહેતા હનીફ સુલેમાનભાઇ આમરોનીયાએ ગઇકાલે પંચ-બીમાં એસયુવી કાર જીજે૩૭એમ-૮૩૮૧ના ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


તા. ૨૮ સાંજના પાંચેક વાગ્યાના સુમારે ચેલા ગામ માધવ વિહાર સોસાયટી સામેના રોડ પર ઉપરોકત નંબરના એસયુવી કારના ચાલકે પુરઝડપે અને બેફીકરાઇથી ચલાવી મોટરસાયકલ નં. જીજે૧૦સીએચ-૪૫૮૩ને હડફેટે લીધુ હતું જેમાં સુલેમાનભાઇ (ઉ.વ.૬૫)ને રોડ પર પછાડી દઇ માથા અને શરીરના ભાગે ગંભીર ઇજા પહોચાડતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી ટુકડીના તબીબે તપાસીને મરણગયાનુું જણાવ્યુ હતું. 


બીજા બનાવમાં મુળ એમપીના હાલ સ્વામીનારાયણનગરમાં રહેતા મજુરી કરતા શેરસીંગ સમરુભાઇ વાસ્કેલા (ઉ.વ.૨૭) તથા તેમના પત્ની જેતરીબેન અને દોઢ વર્ષનો દિકરો રાજવીર ગત તા. ૨૦-૧૨-૨૫ના ધુંવાવ ગામની ગાોળાઇ પાસેથી સીએનજી રીક્ષા નં. જીજે૧૦ટીડબલ્યુ-૪૫૦૪માં બેસીને જતા હતા.
​​​​​​​

દરમ્યાન રીક્ષાચાલકે પુરઝડપે અને ગફલતથી ચલાવતા અને કાબુ ગુમાવી રીક્ષાને પલ્ટી મરાવી દેતા બાળક રાજવીરનું ગંભીર ઇજા સબબ મૃત્યુ નિપજયુ હતું, જયારે જેતરીબેનને શરીરના ભાગે ઇજાઓ પહોચી હતી. શેરસીંગભાઇએ  તા. ૨૭ના પંચ-એમાં સીએનજી રીક્ષાચાલક સામે ફરીયાદ નોંધાવી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application