કાલાવડના બામણ ગામમાં વૃદ્ધની આત્મહત્યા

  • May 11, 2021 12:40 PM 

કાલાવડ તાલુકાના બામણ ગામમાં એક વૃદ્ધે કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા મૃત્યુ નિપજયું છે.

કાલાવડ તાલુકાના બામણ ગામમાં રહેતા ઉત્તમભાઈ ભોજાભાઇ ચૌહાણ ઉંમર વર્ષ 52 નામના વૃદ્ધે ગઈકાલે પોતાના ઘરે હતા ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઇ લેતા બેભાન હાલતમાં હોસ્પિટલ લઈ જવામાં આવેલ જ્યાં ફરજ પરના તબીબે તપાસીને મરણ ગયાનું જણાવ્યું હતું.

દરમિયાનમાં રાજકોટના નાના મવા સર્કલ ખાતે રહેતા દિનેશભાઈ ચૌહાણ દ્વારા કાલાવડ ગ્રામ્ય પોલીસમાં બનાવની જાણ કરતા પોલીસે બનાવ પાછળનું કારણ જાણવા સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS