અકસ્માતના કેસમાં વૃધ્ધ દંપતીને રૂપિયા ૧.૮૦ કરોડનું જંગી વળતર ચૂકવવા હુકમ

  • March 01, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
કચ્છમાં 10 વર્ષ પૂર્વે ટ્રક અને જીપ વચ્ચે થયેલા અકસ્માતમાં મુંબઈના દંપતિને ગંભીર ઇજા પહોંચી હતી.જેમાં વીમા કંપનીને રૂપિયા 1.80 કરોડનું જંગી વળતર ચૂકવવા અદાલતે હુકમ કર્યો છે.


મુંબઈ અંધેરી ખાતે રહેતા જમનાબેન બેરા અને તેમના પતિ કેશવજીભાઈ વેલજીભાઈ બેરા વતન કચ્છ મુકામે ગત તારીખ 16/ 1 /15 ના રોજ જીજે 12 સીડી 8033 નંબરની જીપમાં બેસીને જઈ રહ્યા હતા ત્યારે દૂધઇ પાસે પહોંચતા સામેથી આવતા આર.જે. 19 જી.બી 1193 નંબરના ટ્રેક સાથે અકસ્માત થયો હતો.જેમાં બંનેને ગભીર ઇજા પહોંચી હતી.બાદ ગંભીર રીતે ઘવાયેલા દંપતીએ અકસ્માત વળતર મેળવવા માટે અદાલતમાં ક્લેઇમ કેસ દાખલ કર્યો હતો જેમાં બંનેપક્ષોની રજૂઆત બાદ ક્લેઇમ કરનાર દંપતીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલ તેમજ તબીબ દીનેશ ગજેરાની જુબાનીમાં મગજમાં ઇજાઓ થવાથી જમનાબેન બન્ને આંખોએ અંધત્વ પામેલ હોય સરકારી હોસ્પિટલના અભિપ્રાયથી કોર્ટે અરજદાર જમનાબેનને ૮૦ ટકા ખોડ હોવાનુ માન્યુ હતું.અરજદારના વકીલની ધારદાર દલીલ અને રજુ કરેલા દસ્તાવેજોને ધ્યાનમાં લઇ જમનાબેનના કેશમાં કોર્ટે વ્યાજ સહિત ૧,૫૪ કરોડ અને જમનાબેનના પતી કેશવજીભાઈને ૨૫,૫૦ લાખ જંગી વળતર મંજુર કરતો હુકમ કર્યો છે. આ કામમાં જમનાબેન અને કેશવજીભાઈ વતી રાજકોટના કલેઈમક્ષેત્રના એડવોકેટ શ્યામ જે. ગોહિલ, કે.કે.વાઘેલા, ભાવીન હદવાણી(પટેલ), હિરેન જે.ગોહિલ, મીરા એસ.ગોહિલ, પુનીતા વેકરીયા(પટેલ), અશોક કે. લુભાણી(કોળી), દીવ્યેશ કણઝારીયા, હિરેન કણઝારીયા, મોહીત ગેડીયા વી.રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application