બિગ બોસ ૧૪ માં એકતા કપૂરે આપ્યો દિલચસ્પ ટાસ્ક

  • November 21, 2020 05:04 PM 365 views

એકતા કપૂર બિગ બોસ ૧૪ માં જોવા મળી રહી છે. તે ઘરના સાથીઓને ' બદલાની ચુનોતી'નું કાર્ય આપે છે. જેમાં સ્પર્ધકો એક બીજાના ચહેરા પર ફોમ લગાવીને બદલો લે છે. એકતા કપૂર પોતાની આગામી વેબ સિરીઝ 'વીંછી કા ખેલ' ને પ્રમોટ કરવા માટે આવી છે .જેમાં દીવેન્દુ શર્મા પણ જોવા મળશે.

બિગ બોસ ૧૪ વીકએન્ડ વાર એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે.જેમાં એકતા કપૂરે રૂબીનાને પવિત્રા પૂનીયાની ભૂમિકા નિભાવવા કહ્યું હતું.તે કવિતા કૌશિકને એજાઝ ખાનની ભૂમિકા નિભાવવા કહે છે. એક દિલચસ્પ કાર્ય પણ આપે છે. કાર્યનું નામ છે 'બદલે કી ચુનોતી' આમાં પરિવારના બધા સભ્યોને બદલો લેવાની તક મળે છે.

શરૂઆતમાં, કવિતા કૌશિક અલી ગોની અને જાસ્મિન ભસીનના ચહેરા પર ફોમ લગાવે છે. તે જાસ્મિન ભસીનને નેગેટીવીટીની દુકાન કહે છે અને જાસ્મિન ભસીન પર બદલો લે છે. સલમાન ખાન અભિનવ શુક્લાને કહે છે કે પત્નીને બચાવવા માટે કેપ્ટન નહીં થવું દર્શકોની નજરમાં પત્ની રૂબીનાની છબી બગળશે. અભિનવ શુક્લા સલમાન ખાન સાથે સંમત થતા નથી જણાતા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application