મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી કોને બનાવવા તેને લઈને રાજકીય ઘમાસાણ મચી છે. એક તરફ ભાજપ તેની પાર્ટીમાંથી જ મુખ્યમંત્રી બનાવવા પર અડગ છે. ત્યારે મહારાષ્ટ્રના કાર્યકારી સીએમ એકનાથ શિંદેની તબિયત ફરી લથડી છે. તપાસ માટે થાણેના જ્યુપિટર હોસ્પિટલ પહોંચ્યા છે. અહીં એકનાથ શિંદે માત્ર બોડી ચેકઅપ માટે હોસ્પિટલ ગયા છે. હાલ હોસ્પિટલના તબીબો નક્કી કરશે કે તેને દાખલ કરવામાં આવશે કે નહીં. માહિતી સામે આવી છે કે, એકનાથ શિંદેને તાવ અને ગળામાં ઈન્ફેક્શન છે.
શિંદેને હાઈ જ્યુપીટર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા
ગત અઠવાડિયે કાર્યકારી મુખ્યમંત્રી શરદી, ઉધરસ અને તાવથી પીડિત હતા. જો કે, પાછળથી તે સ્વસ્થ થઈ ગયા હતા. જો કે, બીમારીના કારણે તે હજુ પણ થોડો થાક અનુભવી રહ્યા છે. ડોક્ટરે નિયમિત મેડિકલ ચેકઅપ કરાવવાની સલાહ આપી છે. આ મુજબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને હાઈ જ્યુપીટર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
ડેન્ગ્યુ-મેલેરિયાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો
એકનાથ શિંદેને ડેન્ગ્યુ અને મેલેરિયાની તપાસ કરવામાં આવી છે. આ ટેસ્ટમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ શરીરમાં સફેદ કોષો ઓછા હોવાને કારણે તેની સારવાર કરવામાં આવી રહી છે. તાવના કારણે એકનાથ શિંદેને એન્ટીબાયોટીક્સથી સારવાર આપવામાં આવી રહી છે. ડોક્ટરે પણ જણાવ્યું કે, સતત તાવને કારણે તે નબળા પડી રહ્યા છે.
મહાગઠબંધનની બેઠક મોકુફ રહેશે?
આજે મહાગઠબંધનના નેતાઓની બેઠક યોજાવાની હતી. આ બેઠકમાં એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર હાજરી આપવાના છે તેવા સમાચાર હતા. જો કે, સ્વાસ્થ્યના કારણોસર એકનાથ શિંદે આ બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા ઓછી છે. બીજી તરફ અજિત પવાર પણ દિલ્હીમાં છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિએ 230 બેઠક જીતી છે
23 નવેમ્બરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાનાં પરિણામો આવ્યાં હતા. જેમાં મહાયુતિએ 230 બેઠક જીતી છે. ભાજપે 132 બેઠક, શિવસેના (એકનાથ શિંદે) 57 અને એનસીપી (અજિત પવાર) 41 બેઠક જીતી છે.
શું હશે મહારાષ્ટ્ર કેબિનેટની ફોર્મ્યુલા?
નવી સરકારમાં મુખ્યમંત્રીની સાથે 43 મંત્રી અને બે ડેપ્યુટી સીએમનો સમાવેશ કરવામાં આવશે, જેમાંથી ભાજપને 20-23 મંત્રીપદ, શિંદે જૂથને 11 અને અજિત જૂથને 9 મંત્રી પદ મળવાની શક્યતા છે. અગાઉ, શિંદે સરકારમાં 28 પ્રધાન હતા અને શિંદે પાસે સૌથી વધુ 11 પ્રધાનો હતા, ભાજપ પાસે 9 અને અજિત પવાર જૂથના 8 પ્રધાન હતા. આ સમયે ભાજપના ધારાસભ્યોની સંખ્યા વધવાને કારણે મંત્રીઓની સંખ્યામાં પણ વધારો થશે.
આ સિવાય નારાજ એકનાથ શિંદેને શાંત કરવા માટે ભાજપે તેમને કેન્દ્રમાં મંત્રીપદની ઓફર કરી છે. તેમના પુત્ર શ્રીકાંત અથવા પાર્ટીના કોઈપણ વરિષ્ઠ નેતાને મોદી કેબિનેટમાં સ્થાન મળી શકે છે. આ ઉપરાંત એવી પણ ચર્ચા છે કે મોદી કેબિનેટમાં અજિત જૂથની એક સીટ ખાલી છે. પ્રફુલ્લ પટેલ મંત્રી બની શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech