ગુજરાત ભાજપના નવા સુકાનીની તૈયારીઓ થઇ રહી છે. જુલાઇના પ્રારંભે રાજ્ય કારોબારીની વિસ્તૃત બેઠક મળવા જઇ રહી છે ત્યારે લોકસભાની ચૂંટણીનું મનોમંથન અને નવા પ્રદેશ પ્રમુખનો ક્યાસ કાઢવામાં આવશે. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઉપસ્થિત રહેવાના છે.
પ્રદેશ પ્રમુખની પ્રક્રિયા શરૂ થવા જઇ રહી છે ત્યારે ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને રાહુલ ગાંધી સામે કેસ કરનાર પૂર્ણેશ મોદી આશ્ચર્ય સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય મંત્રી જેપી નડ્ડાને મળ્યા હતા. તેમની જેમ પૂર્વ કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ પણ આ બન્ને નેતાઓને મળ્યા હતા.
ગુજરાતમાં ભાજપ પ્રદેશની વિસ્તૃત કારોબારીની બેઠક 4 અને 5 જુલાઇએ યોજાઇ રહી છે. આ બેઠકમાં પ્રદેશ અને જિલ્લા સંગઠનના 200થી વધુ નેઓ ઉપસ્થિત રહેવાના છે. કારોબારીનું સ્થળ ગાંધીનગર કે અમદાવાદ નહીં પણ સાળંગપુરના સ્વામિનારાયણ મંદિરમાં રાખવામાં આવ્યું છે. આ બેઠકમાં નવા સંગઠનની પ્રક્રિયાની શરૂઆત થશે.
ભાજપના હાલના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કેન્દ્રની મોદી કેબિનેટના સભ્ય બન્યા હોઇ તેમની વિદાય નિશ્ચિત માનવામાં આવે છે. તેમના અધ્યક્ષપદની આ છેલ્લી કારોબારી બેઠક મળી રહી છે, જેના પછી પ્રદેશના સંગઠનમાં નવા પ્રદેશ પ્રમુખની નિયુક્તિનો તખ્તો ઘડાશે.
ભાજપ્ના પ્રદેશ પ્રમુખ માટે સંભવિત નામોમાં રાજ્યસભાના સભ્ય મયંક નાયક અને સાંસદ દેવુસિંહ ચૌહાણ સાથે હવે નવું નામ પૂર્ણેશ મોદીનું જોડાયું છે. તેઓ ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂક્યાં છે. આ મુલાકાતના કારણે ગાંધીનગરના વર્તુળોમાં અટકળો વહેતી થઇ છે કે ગુજરાતને નવા પ્રદેશ પ્રમુખ ઝડપથી મળી જશે.
આ પદ માટે અગાઉ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીનું નામ ચચર્મિાં હતું પરંતુ બનાસકાંઠા લોકસભા બેઠક ભાજપ હારી જતાં તેઓ સ્પધર્મિાંથી દૂર થયા હોવાનું પાર્ટીના સૂત્રો માને છે. કારોબારીની બેઠક પછી ગમે તે સમયે નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થવાની સંભાવના છે. જો કે આ પહેલાં ભાજપ તેના રાષ્ટ્રીય પ્રમુખની પસંદગી કરે તેમ મનાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech