આંબેડકરનગરમાં ઘરમાં જુગાર રમતા આઠ શખસો ઝડપાયો

  • May 23, 2024 03:25 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


૧૫૦ ફટ રીંગ રોડ પર આવેલા આંબેડકરનગરમાં રહેતા શખસના મકાનમાં માલવીયાનગર પોલીસે દરોડો પાડી અહીં જુગાર રમતા આઠ શખસોને ઝડપી લીધા હતા. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૦,૫૨૦ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ જે.આર.દેસાઈની રાહબરી હેઠળ પી.એસ.આઇ ડી.એસ ગજેરા તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે આંબેડકર નગર શેરી નંબર ૯ માં રહેતા અરવિંદ દેગડાના મકાનમાં દરોડો પાડો હતો. પોલીસે અહીં જુગાર રમતા ૮ શખસોને ઝડપી લીધા હતા. જુગાર રમતા ઝડપાયેલા શખસોમાં અરવિંદ ભાણાભાઈ દેગડા, દિનેશ પાલાભાઈ રાણવા, વિપુલ મગનભાઈ સોલંકી, ખીમજી મંગાભાઈ સોલંકી,વિપુલ માનસિંગભાઈ સોનેરાજ, હિતેશ ચંદુભાઈ મકવાણા, મગન ગોવિંદભાઈ જાદવ અને હિરેન ત્રીકમભાઈ પરમારનો સમાવેશ થાય છે. પોલીસે પટમાંથી રોકડ પિયા ૧૦,૫૨૦ કબજે કરી આ શખસો સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application