જામનગરના હાપા વિસ્તારના યોગેશ્વર ધામમાંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી પાંચ મહિલા સહિત આઠ શખ્સો પકડાયા

  • July 20, 2021 11:32 AM 

જામનગરના હાપા વિસ્તારના યોગેશ્વર ધામ સોસાયટી માંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલી ચાર મહિલાઓ તથા ત્રણ પુરુષ ને પોલીસે પકડી પાડયા છે, અને રોકડ રકમ તથા જુગારનું સાહિત્ય કબજે કરી લીધું છે.

 જામનગરના હાપા વિસ્તારમાં યોગેશ્વર ધામ સોસાયટીમાંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલી રસીલાબેન કનુભાઈ કેસરિયા, કસ્તુરબેન ભુપતભાઈ કેસરિયા, લાખીબેન કેશુભાઈ કેસરિયા, સોનલબેન વિનોદભાઈ લીલાપરા, ઉપરાંત સુખાભાઈ મેરૂભાઈ મકવાણા, જેન્તીભાઈ કેશુભાઈ કોળી, અને કેશુભાઈ રામજીભાઇ મકવાણા વગેરે સાત પતાપ્રેમીઓની પોલીસે અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૧,૨૩૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS