જામનગર જિલ્લાના ધ્રોલમાં ગઈકાલે પોલીસે મોડી સાંજે જુગાર અંગે દરોડો પાડયો હતો, અને જાહેરમાં ગંજીપાના નો જુગાર રમી રહેલી ચાર મહિલા તથા ચાર પુરુષ સહીત ૮ પત્તા પ્રેમીઓની અટકાયત કરી લઇ તેઓ પાસેથી જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
ધ્રોલ પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે ધ્રોલમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં કેટલાક સ્ત્રી-પુરુષો જાહેરમાં એકત્ર થઈને જુગાર રમી રહ્યા છે, જે બાતમીના આધારે ગઈકાલે ધ્રોલ પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ચાર મહિલા સહિતના આઠ પતા પ્રેમીઓ ગંજી પાના વડે જુગાર રમતાં મળી આવ્યા હતા.
આથી ધ્રોળ પોલીસે જુબેદાબેન કાદરભાઈ દલ, પરીનાબેન છોટુભાઈ મેઘાણી, હસીનાબેન ઇકબાલભાઈ લાડક, રુકસાના બેન ફિરોજભાઈ લાડક, તેમજ ફારૂક નુરમહંમદ વાઘેર, જાવીદ ફારુકભાઈ વાઘેર, કાદર અહમદભાઈ દલ, અને રાજેશ સમસુદ્દીનભાઈ ખોજા ની અટકાયત કરી લઈ, તેઓ પાસેથી રૂપિયા ૧૪,૭૨૦ ની રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.
***
બેડીમાં આંકડાશાસ્ત્રીની અટક
જામનગરના બેડી રાશનપરામાં રહેતા અસરફ હુશેન ગોરી નામના વાઘેર શખ્સને બેડી ઇકબાલ ચોક વિસ્તારમાં જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા મરીન પોલીસે રોકડા ૮૩૦ અને આંકડા લખેલી ચિઠ્ઠી સાથે દબોચી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech