જામનગરમાં કોરોનાથી આઠ દર્દીના મોત થતા અરેરાટી

  • June 19, 2021 11:44 AM 

કુલ મૃત્યુઆંક 4582 : કુલ પોઝીટીવ કેસ 34466 : ડીસ્ચાર્જ 16 - ગઇકાલે શહેરમાં 5 અને ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 1 પોઝીટીવ કેસ : મ્યુકોમાઇકોસીસના કેસમાં ઘટાડો : લોકોને રાહત

જામનગર સહિત સમગ્ર હાલારમાં કોરોનાનો અંત નજીક છે, ત્રીજી લહેર આવે કે ન આવે પરંતુ હાલ તો કોરોના સમી ગયો છે, પરંતુ પોઝીટીવ કેસ ઘટવાની સામે મૃત્યુ આંકમાં ભારે ઉછાળો આવ્યો છે, અને 24 કલાકમાં 8ના મોત થયા છે. મોતનો સીલસીલો વધતા જ ડોકટરો ફરીથી ચિંતામાં આવી ગયા છે.

કોરોના પોઝીટીવના માત્ર 6 કેસ આવ્યા છે, કેસો ઘટી રહયા છે તે લોકો માટે રાહતદાયક સમાચાર છે, અત્યાર સુધીમાં કોવિડ હોસ્પીટલમાં 4582 દર્દીના મોત થયા છે, જેની સામે 34466 પોઝીટીવ કેસ આવ્યા છે અને ગઇકાલે વધુ 16 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

છેલ્લા ચાર પાંચ દિવસથી કોરોનાથી મૃત્યુનો આંકડો 3-4 રહેતો હતો તેમાં હવે એકાએક ઉછાળો આવ્યો છે અને આઠ મોત થતા લોકોને ફરીથી ચિંતા થઇ છે, કોરોનાના કેસો ખુબ જ ઘટયા છે પરંતુ એકા એક આઠ મૃત્યુ આવતા જ ડોકટરો પણ વિચારતા થઇ ગયા છે.

મળતી માહિતી મુજબ જામનગર શહેરમાં ગઇકાલે માત્ર 5 અને ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝીટીવ કેસ આવ્યો છે, અત્યાર સુધીમાં 411834 લોકોના ટેસ્ટીંગ થયા છે અને ગઇકાલે શહેરમાં 9 દર્દી ડીસ્ચાર્જ થયા છે, બીજી તરફ જીલ્લા પંચાયતના ડીએચઓના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 299901 લોકોના ટેસ્ટીંગ થયા છે ગઇકાલે માત્ર 1 કેસ નવા આવ્યા છે જેની સામે 7 ડીસ્ચાર્જ થયા છે. તેમજ સરકારી ચોપડે 1 નું મોત દશર્વિાયુ છે.

કોવિડ હોસ્પીટલમાં 130 જેટલા દર્દીઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે. ગ્રામ્ય વિસ્તારમાં તો માત્ર 1 પોઝીટીવ કેસ જ નોંધાયો છે, તે સારી નિશાની છે, કોરોના હવે અંત તરફ જઇ રહયો છે, જો ત્રીજી લહેર ન આવે તેવી લોકો પ્રાર્થના કરી રહયા છે હવે ધીરે ધીરે હાલારનું જનજીવન ધબકતુ થઇ ગયું છે. લાંબા સમય બાદ હવે માત્ર એક જ મોત નોંધાયું છે પોઝીટીવ કેસનો આંક તો ખુબ જ ઘટી ગયો છે અને ગામડાઓના સમાચાર એ છે કે માત્ર એક જ દર્દીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે એટલે કે ગામડાઓમાં કોરોનાનો અંત ખુબ જ નજીક છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS