વિધાનસભા સત્રના છેલ્લા સપ્તાહમાં આઠ કાયદા સુધારા વિધેયક પસાર કરાશે

  • March 22, 2025 11:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત વિધાનસભાના અંતિમ સપ્તાહ મા સરકાર આઠ જેટલા સુધારા વિધયકો દાખલ કરશે તેવા સંકેત સચિવાલય વર્તુળ માંથી મળી રહ્યા છે જેમાં ખાસ કરીને સૂચીત સોસાયટીઓના મકાનો ટાઈટલ કિલયર કરી શકાય તે માટે નાગરિક સુખાકારી સેવાઓ મળી રહે તેવા ઉદ્દેશ્યથી મહેસુલ વિભાગ દ્રારા આ કાયદાની ત્રુટીઓમાં વધારે સરળતા લાવવા વિધાયક દાખલ કરવામાં આવશે.
ગુજરાત સરકાર વિધાનસભામાં આ વખતે પણ છેલ્લ ા દિવસોમાં એકી સાથે આઠેક કાયદાઓને બદલવાની તૈયારીઓ કરી રહી છે. આગામી સાહના અંતે બજેટ સત્ર પૂર્ણ થશે. તે વખતે છેલ્લ ા બે દિવસમાં મહેસૂલ, સ્ટેમ્પ ડયૂટી, નાણાંકીય, ઉધોગ, સામાજિક ન્યાય અધિકારીતા, શ્રમ અને રોજગાર, પશુપાલન સહિતના વિભાગો સંબંધિત આઠેક કાયદાઓ બદલવામાં આવશે.
જેમાં ખાસ કરીને સુચિત સોસાયટીઓના મકાનોનું ટાઈટલ કિલઅર કરી શકાય, આવી સોસાયટીઓમાં નાગરીક સુખાકારી સેવાઓ મળી રહે તેવા ઉદ્દેશ્યથી મહેસૂલ વિભાગ વિધમાન કાયદામાં રહેલી ત્રુટીઓને વધારે સરળતા વિધેયક દાખલ થઈ રહ્યું છે. આ કાયદાની ગત કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી હતી.
અમદાવાદ રાજકોટ વડોદરા અને સુરત સહિતના શહેરી વિસ્તારોમાં સૂચિત સોસાયટીઓને કાયદેસરતા મળી રહે તેવા આશયથી સરકારે વર્ષ ૨૦૧૭માં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ,૧૮૭૯માં પ્રકરણ ૯– કે દાખલ કર્યુ હતુ. ત્યારબાદ વર્ષ ૨૦૨૦–૨૧માં આવી મિલકતોને કાયદેસરતા મળી શકે તે માટે ખાસ નિયમો જાહેર થયા હતા. પરંતુ, કેટલાક કિસ્સાઓમાં વહિવટી નિર્ણયો– પ્રક્રિયા અંગે કાયદાકીય ગુંચવણો ઉભી થતા સરકારે કાયદામાં આંશિક ફેરફાર કરવા આ વિધેયક દાખલ કર્યુ છે. આગામી સાહે એક સાથે આવી રહેલા આઠ કાયદામાં સુધારા પૈકી સ્ટેમ્પ ડૂટી અને રજિસ્ટ્રેશન એકટમાં સરળીકરણ માટે કાયદામાં બદલાવને સુચવતુ વિધેયક દાખલ થશે.
મહેસૂલ વિભાગના ઉપરોકત બે કાયદાઓમાં સુધારા ઉપરાંત કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન અને મત્સ્યોધોગ વિભાગ દ્રારા ગુજરાત ગો–વશં સંવર્ધન (નિયમન) વિધેયક– ૨૦૨૫ અંગેનો ડ્રાટ વિધાનસભા પોર્ટલ ઉપર રજૂ થયો છે. તદ્દન નવેસરથી રચવામાં આવી રહેલો આ કાયદો ગૌ– વશં સંવર્ધન પ્રવૃતિઓ જેમ કે વીર્યના ઉત્પાદન, પ્રક્રિયા, સંગ્રહ, વેચાણ અને વિતરણ માટે સહાયિત પ્રજનન ટેકનોલોજી સહિત કૃત્રિમ ગર્ભાધાન અને તેની સાથે સંકળાયેલી અથવા બાબતોનું નિયમન કરવા અલાયદા તંત્ર– વ્યવસ્થા માટે હોવાનું જાણવા મળ્યુ છે.
આમ વિધાનસભા નું અંતિમ સાહ ખૂબ જ હેકટીક રહેશે સરેરાશ રોજના બે બિલ વિધાનસભા ગૃહ દ્રારા પસાર કરવામાં આવશે. આ સિવાય બજેટને મંજૂરી તો આપી જ રહી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application