સાવરકુંડલાના વીજપડીમાં જુગાર રમતા આઠ ઝડપાયા

  • September 10, 2024 10:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સાવરકુંડલાના વીજપડી ગામે જાહેરમાં જુગાર રમતા આઠ શખસોને પોલીસે ઝડપી પાડી રોકડ કબ્જે કરી હતી
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ સાવરકુંડલા રલ પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, વિજપડી ગામે ચીખલી રોડ, વી.ડી.નગદીયા હાઇસ્કુલની પાછળ શેરીમાં જાહેરમાં કેટલાક શખસો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે જે બાતમીના આધારે રલ પોલીસે દરોડો પાડી છગન મંગાભાઇ પુરબીયા, સંજય માધાભાઇ પરમાર (બન્ને રહે.વિજપડી), અલ્પેશ કીશનભાઇ મહીડા (રહે.મહત્પવા જી.ભાવનગર), વીનુ જેન્તીભાઇ ચૌહાણ (રહે.ધારગણી તા.ધારી), કનુ ડાયાભાઇ પુરબીયા (રહે.વિજપડી), ગોપાલમનુભાઇ ચૌહાણ (રહે.ડુંગર), ભીખા મંગાભાઇ પુરબીયા, (રહે.વિજપડી), મહેશ સોમાભાઇ પુરબીયા (રહે.વિજપડી)ને ઝડપી લઈ રોકડ ૧૦,૯૮૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application