લાલપુર અને મેઘપરમાં આઠ જુગારી પકડાયા

  • July 07, 2021 10:17 AM 

સોળ હજારની રોકડ અને જુગારનું સાહિત્ય જપ્ત

લાલપુર તાલુકાના બાંધલા ગામમાં જાહેરમાં ગંજીપતાની મોજ માણતા ચાર શખ્સો અને જાખર ગામમાં તીનપતીનો જુગાર રમતા ચાર જુગારી પોલીસની ઝપટમાં આવ્યા હતા.

લાલપુરના બાધલા ગામમાં જાહેરમાં તીનપતી વડે જુગાર રમતા બાધલા ગામના સાજીદ તૈયબ નાઈ, હનીફ જમાલશાહ શેખ, હાસમ સુલેમાન સમા, હુસેન સુલેમાન સમા નામના શખ્સોને રોકડ રૂપિયા 880 અને ગંજી પત્તા સાથે લાલપુર પોલીસે પકડી લીધા હતા.

બીજા દરોડામાં લાલપુરના જાખર ગામ જવાના રસ્તે હોટલ ના ખૂણા પાસે પાર્કિંગના લાઇટના અજવાળે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા હરિયાણાના નર વાળાના લોના ગામના જોરાસિંગ મેવા રામા જાટ, રાજસ્થાનના નીમરાણા ગામના વિક્રમસિંહ કવરસીંગ યાદવ, હરિયાણાના ભિવાની ગામના સમસેરસિંગ મહેન્દ્રસિંગ , કશ્મીરના વાલા રાજોરી, રવારી ગામના ચમેલસિંહ ગોપીચંદ્ર રાજપુત, નામના શખ્સોની મેઘપર પડાણા પોલીસ દરોડા દરમિયાન 14040 ની રોકડ અને પત્તા સાથે પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS