જામનગર શહેરમાં આઠ જુગારી ઝડપાયા

  • March 19, 2021 11:20 AM 

ગોમતીપુર અને નાગનાથ સર્કલ પાસે પોલીસના દરોડા, રોકડ કબજે લેવાય

જામનગરના ગોમતીપુર વિસ્તારમાં જાહેરમાં ઘોડી પાસા ખેલતા 8 શખ્સોને રોકડ સાથે દબોચી લીધા હતા, જ્યારે નાગનાથ સર્કલ પાસે ત્રણ પત્તાપ્રેમી પોલીસની પકડમાં આવ્યા હતા.

જામનગરના ગોમતીપુર આરોગ્ય કેન્દ્ર સામે જાહેરમાં ઘોડી પાસાનો જુગાર રમતા વોરાના હજીરા પાસે કબ્રસ્તાન નજીક રહેતા સરફરાજ ઇસ્માઇલ શેખ, નાગેશ્વર રોડ પર રહેતા અસરફ મામદ ખફી, સમશાન પાછળ રહેતા શાહરૂખ ભીખુ સમા, નાગનાથ ગેટ પાસે રહેતો ઈમ્તિયાઝ હુસેન સમા, મહેશ્વરી નગર ના નિતીન દેવજી ડગરા, ખેરાજ દેવસી ચાવડા, રાજ પાર્ક સોસાયટીના મહંમદ રફીક અબ્બાસ શેખ, બચુ નગરના મજીદ મુસા કકલ નામના શખ્સોને રોકડ રૂપિયા 11800 અને પાસા સાથે સિટી બી પોલીસે પકડી લીધા હતા.

જામનગરના નાગનાથ સર્કલ, હાઉસ વાળી ગલીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા વૈશાલી નગર એકની સામે રહેતા નિઝામ ઉર્ફે બડો રસીદ ચગડા, રાંદલનગરના શક્તિસિંહ મહિપતસિંહ જાડેજા અને ધ્રોલના મજોઠ ગામના રૂપા લઘુ ઝાપડા નામના શખ્સોને રોકડ રૂપિયા ૧૪,૫૦૦ અને ગંજી પત્તા સાથે સીટી પોલીસે પકડી લીધા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS