નવાગામ ઘેડમાં ઘોડી પાસાનો જુગાર રમતા આઠ ઝડપાયા

  • April 03, 2021 08:42 PM 

બાતમીના આધારે પોલીસનો દરોડો, પટમાંથી બાવન હજાર મળી આવ્યા

જામનગરના નવાગામ ઘેડના નાઘેર વાસમાં જાહેરમાં ઘોડીપાસા ફેકીને જુગાર રમતા આર્ટસ શખ્સોને બાવન હજારના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

અહીંના નવાગામ ઘેડમાં આવેલા નાઘેર વાસમાં કેટલાક શખ્સો જાહેરમાં ઘોડીપાસાના દાવ લગાડીને જુગાર રમે છે એ હકીકતના આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડીને જુગાર રમતા નવાગામ ઘેડના વિશાલ કાનજી રાઠોડ, નવાગામ ઘેડ સરસ્વતી સોસાયટીમાં રહેતા યાકૂબ નબી બ્લોચ, મહેશ્વરી નગરમાં રહેતાં વિજય ખેંગાર ચાવડા, મધુવન સોસાયટીમાં રહેતો સાગર ઉર્ફે બાલી નાનજી ગુજરાતી કોળી, નાઘેર વાસનો મુકેશ દિનેશ સોલંકી, સંજય રમેશ કબીરા. ગુલાબ નગર ઢાળીયે રહેતો અફઝલ હુસેન કુરેશી અને નાગેર વાસનો દિલીપ પુંજા ગોહિલ નામના ઈસમોને પકડી લીધા હતા.

પોલીસે દરોડા દરમિયાન રોકડ મળી કુલ 52100 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડાની કાર્યવાહી સીટી બી પીઆઈ ભોયેની સૂચનાથી પીએસઆઇ રાણા તથા સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS