BREAKING NEWS

હત્યા-અપહરણ સહિતના ગંભીર ગુનાના આઠ આરોપીઓ ઝડપાયા

  • April 22, 2026 08:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી પૂર્વે ગંભીર ગુના આચરી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા રાજકોટ રૂરલ પોલીસે ઘોંસ બોલાવી છે. હત્યા, અપહરણ સહિતના ગુનામાં ફરાર ઈનામી આઠ આરોપીઓને સ્ટરલ પેરોલ કલર્લો સ્કાવડની ટીમે ઝડપી લઈ જરૂરી કાર્યવાહી કરી હતી. રાજ્ય પોલીસ વડા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી-૨૦૨૬ અંતર્ગત ગંભીર પ્રકારના તેમજ ગુનાઓનામાં ફરાર અને ઈનામી આરોપીઓને પકડવા તા.૦૭/૦૪/૨૦૨૬ થી તા.૨૧/૦૪/૨૦૨૬ સુધી સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું આ ડ્રાઇવ દરમિયાન રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શનમાં ગ્રામ્ય
પોલીસની અલગ-અલગ ટીમો બનાવી પેરોલ/ફર્લો/વચગાળા ફરાર કેદી તેમજ લીસ્ટેડ-ઈનામી જાહેર કરેલ નાસતા ફરતા આઠ આરોપીઓને અલગ-અલગ રાજ્યો જેવાકે રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, તેલંગણા, હરીયાણા, ઓરીસ્સાથી ઝડપી લીધા હતાં.
જેમાં જેતપુર સીટી પોલીસ મથકના મર્ડરના ગુનામાં છેલ્લા ૨૭ વર્ષથી ફરાર લીસ્ટેડ આરોપી વીરેન્દ્ર ભુરાલાલ પટેલ (રહે. મુકુંદપુર ગામ, ઉત્તરપ્રદેશ) ને હરિયાણાના રોહતક જીલ્લામાંથી પકડી પાડેલ હતો. જસદણ પોલીસ મથકના છેતરપીંડીના
કામે છેલ્લા ૧૬ વર્ષથી ફરાર આરોપી ભદ્રાયુ ઉર્ફે ભોળા ડાયા પટેલ (રહે. વડોદરા, વાઘોડીયા, કસ્તુરબા ફળીયા, હાલ રહે. તેલંગણા) ને હૈદરાબાદથી, વિરપુર પોલીસ મથકના હત્યા, આર્મ્સ એકટના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી ફરાર ઇનામી આરોપી રોહન બચ્ચા પ્રાસદ રાવત (યાદવ) (રહે. ગોરખપુર, ઉત્તર પ્રદેશ) ને ગોરખપુરથી ઝડપી લીધો હતો.
વીંછિયા પોલીસ મથકના દારૂ સપ્લાયના ગુનામાં છેલ્લા ૫ વર્ષથી ફરાર આરોપી શૈલેન્દ્ર ઉર્ફે મુકેશ પુરબારામ ગૌદારા (રહે. હનુમાનઢ, રાજસ્થાન) ને પોતાના વતન રાજસ્થાન ખાતેથી પકડી પાડી વધુ તપાસ અર્થે વિછીયા પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે. મેટોડા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનના ચોરીના છેલ્લા ૧ વર્ષથી ફરાર આરોપી નિતીન ગોપસીંગ મોહનીયા (રહે.બીલીયા ગામ, દાહોદ) ને તેના વતન બિલીયા દાહોદ ખાતેથી ઝડપી લીધો હતો. જ્યારે તે જ ચોરીના ગુનામાં ફરાર આરોપી રાજ લલીત સોની (રહે.અલીરાજપુર, મધ્યપ્રદેશ) ની તપાસ કરતા આરોપી હાલ રાજસ્થાનની કોટા સેન્ટ્રલ જેલ રાજસ્થાન ખાતે સજા ભોગવતો હોય જેથી તેનો કબ્જો મેળવવા મેટોડા જી.આઈ.ડી.સી પોલીસને
જાણ કરી આરોપીની અટક કરી આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી તાલુકા પોલીસ મથકના અપહરણના ગુનામાં છેલ્લા ૯ વર્ષથી ફાર લીસ્ટેડ દેબાશીશ ઉર્ફે દેવાશી ઉર્ફે કાનુ મદન બારીક (ઉ.વ.૨૮, રહે. કુડીયા, ઓરીસ્સા) ને તેના વતન ઓરીસ્સા ખાતેથી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના પોકસો, અપહરણ સહિતની કલમના ગુનાના કામે છેલ્લા ૩ વર્ષથી ફરાર સંદિપ ગોકરણ પાસવાન (રહે. ઝરવા ગામ, ઉત્તરપ્રદેશ) ને તેના વતન ઉત્તરપ્રદેશ ખાતેથી પકડી પાડી કાર્યવાહી કરી હતી. આ કામગીરીમાં એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ કે.એમ.ચાવડા, એચ.સી.ગોહિલ, આર.વી.ભીમાણી સહિતનો સ્ટાફ સાથે રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News