ગુજરાત સરકાર દ્વારા મહેસૂલી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે જેના ભાગરૂપે દસ્તાવેજની નોંધણી દરમિયાન મિલકતની છેતરપિંડી રોકવા માટે સબ રજિસ્ટ્રારના કમ્પ્યુટર સ્ક્રીન પર જ પોપ-અપ વિન્ડો’ સિસ્ટમ કાર્યરત કરવામા આવશે.અને મિલકત સંબંધી ગુનાઓ અને છેતરપિંડીઓ અટકાવી શકશે. ગત ગુરુવારે રાજ્યના મહેસુલ વિભાગ દ્વારા તમામ જિલ્લ ા કલેકટરો સાથે વિડિયો કોન્ફરન્સ કરવામાં આવી હતી.જેમા અધિક મુખ્ય સચિવે કલેક્ટરોને રેવન્યુ રેકર્ડ, મિલકતોમાં આવી તમામ નોંધ કરી સમગ્ર ડેટા એનઆઈસી સાથે લીંક કરવા સુચના આપી હતી. રાજયમા આખે આખા ગામોના ખરીદ-વેચાણના દસ્તાવેજો સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધાઈ જવાના એકથી વધુ કિસ્સાઓ બહાર આવ્યા બાદ ગુજરાત સરકારે મહેસૂલી પ્રક્રિયામાં સુધારણા શરૂ કરી છે. જમીન મિલકત ક્ષેત્રે છેતરપિંડી રોકવા માટે નોંધણીને તબક્કે રજૂ થતા દસ્તાવેજ હેઠળની જમીન કે મિલકતના ટાઈટલ અંગે કંઈ પણ ગરબડ હશે તો તે સબ રજિસ્ટ્રારના કમ્પ્યુટર સ્ક્રીન પર જ પોપ-અપ વિન્ડો’ મારફતે જાહેર થાય તે પ્રકારે સિસ્ટમ કાર્યરત થઈ છે. આ નવી સિસ્ટમથી સબ રજિસ્ટ્રારો સમક્ષ નોંધણી માટે રજૂ થતા દસ્તાવેજોમાં મિલકતના હસ્તાંતરણથી સરકાર કે જાહેર હિતને નુકસાન થતુ હશે તો નોંધણીને સ્થગિત રાખવાનો નિર્ણય તત્કાળ લઈ શકાશે.
રાજયના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન અને સુપરિટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ્ના વર્તુળોમાંથી પ્રાપ્ત થતી ઉપલબ્ધ માહિતી મુજબ વર્તમાનમાં સબ રજિસ્ટ્રારો સમક્ષ નોંધણીઅર્થે રજૂ થતા દસ્તાવેજોમાં મિલકતના ટાઈટલ ક્લિયન્સ અંગે ચકાસણી થાય છે. જે પ્રત્યક્ષ છે, સોંગદનામા આધારિત છે. હવે જે ઓનલાઈન રેવન્યૂ રેકર્ડ ઉપલબ્ધ છે તેને રજિસ્ટ્રેશનના નેટવર્ક સાથે કનેક્ટ કરી જ્યારે સ્ટેમ્પ રજિસ્ટ્રેશન માટે રજૂ થાય ત્યારેજમીન મિલકત ઉપર કોઈ બોજો છે કે કેમ ? કોઈ મનાઈ હુકમ છે કે છે કે કેમ ? ખાસ પ્રતિબંધિત સત્તા પ્રકાર, રજા વગરના બાંધકામ સહિતના તમામ પ્રકારે જ્યાં સરકારનું હિત હોય કે પછી જાહેર સંસ્થા, બેંકોના બોજા સહિતની ચકાસણીઓ તત્કાળ જ થાય તે માટે કમ્પ્યૂટર સ્ક્રિન ઉપર પોપઅપ વિન્ડો’ એડ કરવાનું નક્કી કરાયુ છે. ગત ગુરૂવારે એક વિડીયો કોન્ફરન્સ દરમિયાન મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવે કલેક્ટરોને રેવન્યુ રેકર્ડ, મિલકતોમાં આવી તમામ નોંધ કરી સમગ્ર ડેટા એનઆઈસી સાથે લીંક કરવા સુચના આપી હતી. જેથી એ ડેટા સબ રજિસ્ટ્રારોના કમ્પ્યૂટર પર ઉપલબ્ધ થતા નોંધણીઅર્થે રજૂ થતા દસ્તાવેજ હેઠળની મિલકતની રજેરજની વિગતો પોપ-અપ વિન્ડો’ પરથી જાહેર થઈ શકશે. અને છેતરપિંડીઓ અટકી શકશે.
શું જોઈ શકાશે પોપ અપ વિન્ડોમાં
૧ મિલકતના વેચાણ સહિતના ટિ્રબ્યુનલ કે કોર્ટના મનાઈ હુકમો.
૨ કોઈ ઓથોરિટીએ ટાંચ લીધેલી હોય તો તેની સંપુર્ણ માહિતી
૩ મિલ્કત અશાતધારા હેઠળ સમાવિષ્ટ્ર વિસ્તારમાં છે કે કેમ ?
૪ ખેત જમીન ટોચમર્યાદા એએલસી હેઠળ ફાજલ થયેલી જમીનો
૫ આદિવાસીઓના અધિકારની કલમ ૭૩ એએ હેઠળની જમીન
૬ શરત ભગં હેઠળ,સરકાર દાખલ થયેલી કે થવાપાત્ર જમીનો
૭ ટ્રસ્ટ, સાર્વજનિક સંસ્થા (ટ્રસ્ટ્રીના નામેજમીનો હોય તે.
૮ ટાઉન પ્લાનિંગ– ટી.પીમાં કપાત પછીની જાહેરહેતુની
૯ રજા વગર જ બાધકામ થયુ હોય તેવા ગામતળની જમીનો
૧૦ પંચાયતી વિલેજ ન હોય તેવા પરા કે ગામડા
૧૧ નવી શરત હેઠળ,પ્રતિબંધિત હેઠળની જમીનો
સત્તા પ્રકાર
૧૨ ભૂદાન કે તેવા કોઈ ઉદ્દેશ્યો હેઠળની જમીન અને મિલકતો
૧૩ હિજરતીઓના નામે ચાલતા મકાનસહિતની સંપત્તિઓ
૧૪ સરકાર કે જાહેર હિત યાં સમાયેલુ હોય તેવી મિલકત
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅગ્નિકાંડના આરોપીઓ સામે 5000 પેઇજમાં પુરાવા રજૂ
November 07, 2024 03:41 PM‘ભુલ ભુલૈયા 3’ એ 6 દિવસમાં અધધધ...150 કરોડની કમાણી કરી, કાર્તિક આર્યનએ બનાવ્યો રેકોર્ડ
November 07, 2024 03:37 PMરાજ્ય સરકારનુ ઓપરેશન ગંગાજળમા વધુ બે કલાસ વન અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિના આદેશથી ખળભળાટ
November 07, 2024 03:27 PMકટારીયા ચોકડી બ્રિજ માટે રેકોર્ડબ્રેક 11 ટેન્ડર
November 07, 2024 03:25 PMધાર્મિક સહિત ૯૫૦ દબાણના ડિમોલિશનની તૈયારી
November 07, 2024 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech