રાજકોટની અદાલતના એમએસીપી બાર એસોસિએશનના બીજી વખત ચૂંટાયેલા પ્રમુખ અજય કે. જોષીએ જણાવ્યું હતું કે વરસમાં ચાર વખત યોજાતી લોક અદાલતમાં વર્ષ ૨૦૨૨– ૨૩માં અકસ્માત વળતરના કેસો ફેસલ કરવામાં રાજકોટ રાયમાં પ્રથમ નંબરે હતું, ત્યારે ચાલુ વર્ષે એમ.એ.સી.પી. બારના તમામ વકીલોના સહિયારા પ્રયત્નોથી સમાધાનમાં રાજકોટને દેશભરમાં પ્રથમ નંબરે લાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે.
ગત તારીખ ૧૯મીએ યોજાયેલી એમ.એસ.સી.પી. બાર એસોસિએશનની પ્રતિાભરી ચૂંટણીમાં ભાજપે લીગલ સેલ પ્રેરિત સમરસ પેનલ ધીંગી સરસાઇથી વિજેતા થતા અગાઉ ૨૦૨૨–૨૩માં ચૂંટાયા પછી ચાલુ વર્ષે બીજી વખત ચૂંટાઈ આવેલા પ્રમુખ અજય કે. જોષીની આગેવાની હેઠળ વિજેતા થયેલા હોદ્દેદારો અને કારોબારી સભ્યોએ આજે 'આજકાલ' કાર્યાલયની મુલાકાત લઇને એમએસીપી બાર દ્રારકા અનેકવિધ રચનાત્મક કાર્યેાના એજંડાની વિગતો આપવામાં આવી હતી. જેમાં એમએસીપી બારના તમામ વકીલોના સહિયારા પ્રયાસો કરીને લોક અદાલતમાં અકસ્માત વળતરના કેસો વાદવિવાદ વિના ઝડપથી વધુને વધુ કેસોમાં બંને પક્ષો સમાધાન સાધવામાં આવશે. અગાઉ રાજકોટ શહેર ગુજરાતમાં પ્રથમ સ્થાને હતું,
આ વર્ષે વધારે મહેનત કરીને રાજકોટમાં દેશમાં સૌથી વધુ કેસોનું સમાધાન કરવાનો એસોસિએશનનો નિર્ધાર છે. આ ઉપરાંત ચાલુ વર્ષના એજન્ડામાં એમ એ સી પી બાર એસોસિએશનમાં પણ એક બેઠક મહિલા અનામત રાખવા, કલેમ કેસના ચુકાદા કે સમાધાન બાદ પક્ષકારોને પેમેન્ટ વહેલું મળે તે માટે કોર્ટની એડમિનિસ્ટ્રેટિવ ઓથોરિટી સાથે સંકલનમાં રહીને પેમેન્ટ બપોરે ૧:૦૦ વાગ્યા પહેલા મળે તે માટે પ્રયત્નો કરાશે. ચાલુ વર્ષે હાઇકોર્ટ જજીસ સહિતના તજજ્ઞોની હાજરીમાં એમેન્ટમેન્ટ એકટ ઉપર લીગલ સેમિનાર યોજવામાં આવશે, અકસ્માત વળતર કેશોમાં ડિસેબિલિટીના એસેસમેન્ટના માર્ગદર્શન માટે સિનિયર ઓર્થેાપેડિક સર્જનોને સાથે રાખીને લીગલ સેમિનાર પણ યોજવામાં આવનાર છે. તેમજ સિનિયર જુનિયર વકીલો વધુ નજીક આવે એ માટે યાત્રા પ્રવાસનું પણ આયોજન કરવામાં આવનાર છે.
આજની 'આજકાલ' કાર્યાલયની મુલાકાતમાં પ્રમુખ અજય કે જોષીની સાથે ચૂંટણી અગાઉ બિનહરીફ જાહેર થયેલા સમરસ પેનલના જી આર પ્રજાપતિ, ટ્રેઝરર કપિલ શુકલ, ઉપરાંત બહત્પમતીથી ચૂંટાયેલા સેક્રેટરી વિનુભાઈ વાઢેર, જોઈન્ટ સેક્રેટરી સ્તવન મહેતા, કારોબારી સભ્યો ચિરાગ છગ, જગદીશ નારીગરા, કરણ કારિયા (ગઢવી), સંજય નાયક, હેમતં પરમાર, અને મહેશ કંડોરીયાએ સાથે રહીને પૂરક વિગતો આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech