બારની ચૂંટણીના ત્રિપાંખીયા જંગમાં કાર્યદક્ષ પેનલને ચોતરફથી આવકાર

  • December 14, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીનું આગામી તારીખ ૨૦ ને શુક્રવારના રોજ મતદાન યોજાનાર છે ત્યારે ઠંડીના ચમકારા વચ્ચે જામેલા ત્રિપાંખિયા પ્રચાર જંગમાં ભાજપ લીગલ સેલના નેતાઓના સમર્થનવાળી કાર્યદક્ષ પેનલને પ્રચાર પ્રસાર અભિયાનમાં વ્યાપક સમર્થન સાથે વરિ ધારાશાક્રીઓ દ્રારા વિજયી ભવ:ના આશીર્વાદ સાથે શુભેચ્છા પાઠવવામાં આવી રહી છે.
બાર એસોશીએશનની તારીખ ૨૦ મે શુક્રવારમાં રોજ મતદાન થવા જઈ રહયુ છે, તેમાં આગામી વર્ષ ૨૦૨૫ના હોદેદારો નકકી કરવા માટે સ્વચ્છ પ્રતિભા, કાર્યદક્ષ શૈલી, કાયમ વકીલોની વચ્ચે રહીને કાર્ય કરતા દિલીપભાઈ જોષી પ્રમુખમાં યારે ઉપપ્રમુખમાં મયંકભાઈ પંડયા, સેક્રેટરીમાં સંદીપભાઈ વેકરીયા, જોઈન્ટ સેક્રેટરીમાં જીતેન્દ્રભાઈ પારેખ, ટ્રેઝરરમાં કૈલાશભાઈ જાની , લાઈબ્રેરી સેક્રેટરીમાં રવીભાઈ ધ્રુવ અને મહીલા અનામત કારોબારી સભ્યપદ માટે પલબેન થડેશ્વર તેમજ નવ કારોબારી સભ્યોમાં ચીત્રાંક વ્યાસ , મહેશ પુંધેરા, હત્પસેન હેરજાં ,અનીલ ડાકા, હીરેન ડોબરીયા, નીલ શુકલ, કીશન રાજાણી,સંજય કવાડ અને ભાવીક આંબલીયા વિગેરેએ ઉમેદવારી નોંધાવી છે.
કાર્યદક્ષ પેનલના ઉમેદવારો મતદારોને રીઝવવા વકીલોની ઓફીસ – ટુ– ઓફીસનો સંપર્ક કરીને વ્યાપક પ્રચાર અભિયાન ચલાવી રહયા છે. નવા કોર્ટ કેમ્પસ, તમામ ઝોનની દસ્તાવેજ કચેરી, ફેમિલી કોર્ટ, ગ્રાહક સુરક્ષા ફોરમ, લેબર કોર્ટ, ઈન્કમ ટેક્ષ, કરવેરા સલાહકાર ઓફીસ વગેરે સ્થળોએ વકીલોનો વ્યાપક સંપર્ક કરી કાર્યદક્ષ પેનલ તરફી મતદાન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેમજ આ કાર્યદક્ષ પેનલના ઉમેદવારોને પ્રચાર દરમ્યાન વરિ ધારાશાક્રીઓ દ્રારા વિજયી ભવ:ના આર્શીવાદ સાથે જંગી સમર્થન મળી રહયું છે. કાર્યદક્ષ પેનલના તમામ ઉમેદવારોને શહેર ભાજપ લીગલ સેલના કન્વીનર પીયુષભાઈ શાહ, સહકન્વીનર કમલેશભાઈ ડોડીયા, રેવન્યુ પ્રેકટીશનર એસો.ના એન.જે. પટેલ , એમ.એ.સી.પી. બારના પ્રમુખ અજયભાઈ જોષી, ગ્રાહક સુરક્ષા ફોરમ પ્રેકટીશનર એડવોકેટ એસોશીએશનના ધીરેન્દ્રભાઈ વસાવડા, ગજેન્દ્રભાઈ જાની, લેબર બાર એસોશેએશનના જી.આર. ઠાકર, ગીરીશભાઈ ભટ્ટ, સુનીલભાઈ વાઢેર , યુનીટી ઓફ લોયર્સના તુષારભાઈ બસલાણી , ઈન્કમટેક્ષ પ્રેકટીશનર એડવોકેટના હેમલભાઈ કામદાર, ડિસ્ટિ્રકટ નોટરી એશોસીએશનના ડી.ડી. મહેતા, રાજભા ઝાલા, યુવા લોયર્સના કીરીટસિંહ નકુમ, હેમાંશુ પારેખ જુનીયર એડવોકેટ બારના સી.પી પરમાર, સી.બી તલાટીયા, કુલદીપસીહ સહિતના વકીલો એ કાર્યદક્ષ પેનલને સમર્થન આપી પોતાનો ટેકો જાહેર કર્યેા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application