ગુજરાતભરની સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ ધોરણ ૧ થી ૧૨ ની ૫૦,૦૦૦ થી વધુ શાળાઓ અને કોલેજો તથા યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ ભવનોમાં આજથી દિવાળી વેકેશન પૂં થયું છે અને શૈક્ષણિક કાર્ય રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યું છે. નવા વર્ષનો પ્રથમ દિવસ આજે શાળા કોલેજમાં સાલ મુબારક કરવામાં પસાર થયો હતો. પરંતુ અમુક શાળા–કોલેજોમાં પ્રથમ દિવસથી શૈક્ષણિક કાર્ય શ કરી દેવામાં આવ્યું છે.
ધોરણ ૧૦ –૧૨ નો અભ્યાસ કરાવતી ખાનગી શાળાઓમાં તો દિવાળીના તહેવારોમાં ચાર પાંચ દિવસની રજા રાખીને બાકીના દિવસોએ અભ્યાસ કાર્ય ચાલુ કરવામાં રાખવામાં આવ્યું હતું. તેમના માટે તો આજથી ઓફિસિયલ કામગીરી શ થઈ છે.
વેકેશન પૂં થતાની સાથે જ શાળાઓમાં આજથી જ નવા સત્રનો પ્રારભં થયો છે. યારે કોલેજોમાં આગામી તારીખ ૧૬ ડિસેમ્બરથી નવું શૈક્ષણિક સત્ર શ થશે. કોલેજોમાં તારીખ ૧૪ ડિસેમ્બર સુધીનું પ્રથમ સત્ર જાહેર કરવામાં આવ્યું છે અને તેથી દિવાળીનું વેકેશન પૂં થયા પછી પણ કોલેજોમાં તો પ્રથમ સત્રમાં જ અભ્યાસ ચાલી રહ્યો છે.
કોલેજોમાં તારીખ ૨૮ ઓકટોબરથી અને શાળાઓમાં તારીખ ૨૭ ઓકટોબરથી દિવાળીનું વેકેશન શ થયું હતું. ૨૧ થી ૨૨ દિવસના આ વેકેશન પછી આજે પ્રથમ દિવસે શાળા કોલેજો અને યુનિવર્સિટી કેમ્પસ પરના ભવનોમાં આવેલા શૈક્ષણિક સંકુલોમાં વિધાર્થીઓનો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓનો ધમધમાટ જોવા મળ્યો હતો. કોલેજમાં તારીખ ૧૪ ડિસેમ્બર સુધીમાં ઇન્ટર્નલ એકઝામ પૂરી કરવાની હોવાથી તે અંગેની તૈયારીઓ પણ શ કરી દેવામાં આવી છે.
વેકેશન ખુલતાની સાથે જ નવી શાળાઓ શ કરવા અને વર્ગ વધારા સહિતની કામગીરીનો પણ ધમધમાટ શ થયો છે. શૈક્ષણિક સત્ર ૨૦૨૫– ૨૬ માટે પ્રાથમિક શાળાની મંજૂરીની કામગીરી તારીખ ૨૧ થી ઓનલાઇન શ કરવામાં આવશે અને તારીખ ૩૦ સુધીમાં આ માટે ઓનલાઇન અરજી કરી શકાશે. અરજી સાથે પિયા ૨૫,૦૦૦ ડ્રાટ રજૂ કરવાનો રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech