ભાવનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ૧૯૮.૯૦ કરોડની આવક અને ખર્ચનું તેમજ મહાનગરપાલિકાનું ૨૭૭.૪૪ કરોડની પુરાંતવાળું વર્ષ ૨૦૨૫ - ૨૬નું અંદાજપત્ર આવતીકાલે બુધવારે મળનારી સાધારણ સભામાં મંજૂર કરવામાં આવશે. બજેટ બેઠકમાં ખાસ કરીને કોર્પોરેશનની આવકના મુદ્દે વિરોધ પક્ષ આક્રમક બનશે. દર વર્ષે પ્રજાને નીત નવા નામે પ્રોજેક્ટનો બજેટમાં ઉલ્લેખ કરે છે પરંતુ તે પ્રોજેક્ટ અંદાજપત્રના કાગળોમાં જ રહી જાય છે. ભાવનગર મહાનગરપાલિકાની આવકનો સ્ત્રોત મર્યાદિત છે. મિલકત વેરાની આવક પર નિર્ભર ભાવનગર કોર્પોરેશનને ભૂતકાળમાં ઘણીવાર તો કર્મચારીઓના પગાર કરવાના પણ ફાફા પડે છે. અને સરકાર દ્વારા આપવામાં આવેલી વિકાસ ગ્રાન્ટનો સ્વભંડોળમાં ઉપયોગ કર્યાના પણ દાખલા છે. ત્યારે કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક નો દેખાય તે માટે આંકડાકીય વ્યુહ રચના ઘડી ખર્ચ કરતા આવકનો આંકડો કોર્પોરેશનના વર્ષ ૨૦૨૫-૨૬ ના અંદાજપત્રમાં મોટો દર્શાવવામાં આવ્યો છે. ખરેખર જો ઉઘાડતી સિલક બાદ કરીએ તો આવક કરતા ખર્ચ વધી જાય છે.
ભાવનગર મહાનગરપાલિકાના અંદાજપત્રમાં ૩૭૬.૪૦ કરોડની ઉઘડતી સિલક છે. જ્યારે સામાન્ય, કેપિટલ અને અસાધારણ મળી કુલ આવક ૧૬૦૪.૭૨ કરોડ થાય છે જેની સામે સામાન્ય, કેપિટલ અને અસાધારણ મળી કુલ ખર્ચ ૧૭૦૩.૬૮ કરોડ થવા જઈ રહ્યો છે. જે મુજબ આવક કરતા ૯૮.૯૬ કરોડ ખર્ચ વધુ થઈ રહ્યો છે. તે જ કોર્પોરેશનનું આર્થિક ચિત્ર સ્પષ્ટ રીતે દર્શાવે છે. ગત વર્ષ કરતાં આ વર્ષે મિલકત વેરાની વસુલાત માટે ટાર્ગેટ વધારવામાં આવ્યો છે પરંતુ નાણાકીય વર્ષના અંતમાં મિલકતવેરાની રિકવરી અને જપ્તી કાર્યવાહી માટે આખા કોર્પોરેશનને દોડાવવામાં આવે છે. જોકે, તેમાં પણ પરિણામલક્ષી કામગીરીનો અભાવ જોવા મળે છે. આજે મળનારી અજેટ બેઠકમાં પ્રારંભે શિક્ષણ સમિતિનું અને ત્યારબાદ કોર્પોરેશનના બજેટની ચર્ચા થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદેશમાં સ્થાયી થવાની તક, રહેવા માટે મળશે પોતાનું ઘર, અહીંની સરકાર પોતે આપશે 93 લાખ રૂપિયા!
March 30, 2025 06:04 PMઓનલાઈન વેચાઈ રહ્યું છે 2 બેડરૂમવાળું ઘર, નાના પરિવારો માટે એકદમ યોગ્ય!
March 30, 2025 06:01 PM8 કલાક બેઠા રહીને કરોડપતિ બનવાની અદ્ભુત ઓફર!
March 30, 2025 05:57 PMરશિયાએ યુક્રેનિયન શહેર ખાર્કિવ પર લશ્કરી હોસ્પિટલને નિશાન બનાવીને ડ્રોનથી હુમલો કર્યો; 2 ના મોત
March 30, 2025 05:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech