એમેઝીગ દ્રારકા દ્વારા જામખંભાળિયા ખાતે એજ્યુકેશન એક્સ્પો ઇવેન્ટ યોજાઈ

  • April 11, 2023 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

લક્કી ડ્રો વિજેતા ૧૦  સ્ટુડન્ટોને પાંચ-પાંચ હજારની સ્કોલરશીપ અપાઈ: સાંસદ પૂનમબેન માડમની  પ્રેરક ઉપસ્થિતિ: ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ રહ્યા હાજર

દ્વારકામાં પ્રથમ વખત અમેઝિંગ દ્વારકા દ્વારા એજ્યુકેશન એક્સ્પોનું ખંભાળિયામાં આયોજન કરાયું હતું.  સાંસદ પૂનમબેન માડમ સહિત જિલ્લાના જુદા જુદા ફિલ્ડમાં સફળ થયેલા તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા. આ ઈવેન્ટને લઈ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.  આ કાર્યક્રમમાં વિવિધ તજજ્ઞોએ આગવી શૈલીમાં પોતાના અનુભવો રજુ કરી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. તેમજ કાર્યક્રમના અંતે લક્કી ડ્રોમાં આયોજીત કરવામાં આવ્યો હતો. જેમાં રજીસ્ટ્રેશન કરેલા વિદ્યાર્થીઓમાંથી ૧૦ વિદ્યાર્થીઓને ૫-૫ હજાર રૂપિયા સ્કોલરશીપ આપવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ કારકિર્દીને લઈ મુંઝવતા પ્રશ્નો બાબતે અન્ય જગ્યાએ જવુ ન પડે તે હેતુંથી આ સમગ્ર ઈવેન્ટનું આયોજન કરાયું હતું. જિલ્લાના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓને ટોપ યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા કારકિર્દી વિશે સચોટ અને નિ:શુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઈવેન્ટમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી અને એકેડમીના ૩૦ જેટલા સ્ટોલ હતા.
આ ઈવેન્ટમાં મુખ્ય વક્તાઓ તરીકે મોટીવેશન સ્પિકર અશોક ગુજ્જર, અમદાવાદની સિલ્વર ઓફ યુનિવર્સિટીના પ્રો.હિતેશ ચાવડા, રાજકોટની દર્શન યુનિવર્સિટીના ડો. નિલેષ ગાંભવા, પારૂલ યુનિવર્સિટીના ડો. પવન દ્વિવેદી ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું.
અશોક ગુજ્જરે વિદ્યાર્થીઓ-વાલીઓને કરીયર બાબતે તમામ માહિતી પુરી પાડી હતી. ઉપરાંત ડો. પવન દ્વિવેદીએ પણ પોતાના અનુભવો રજૂ કર્યા હતા.
આ તકે સાંસદ પૂનમબેન માડમે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા તથા સ્કોલરશીપ મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યાં હતા. પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, દ્વારકા માટે આ પ્રકારનું ઈવેન્ટ થાય તે ખુબ મોટી વાત છે, આજે ઘણા લોકો ક્ધફ્યુઝને પગલે તેઓ જે પ્રમાણે ઈચ્છતા હોય તે પ્રમાણે તેઓ આગળ નથી વધી શકતા તેઓને આ પ્રકારના ઈવેન્ટથી ઘણો ફાયદો થયો હશે.
પ્રો.હિતેશ ચાવડાએ જણાવ્યું હતું કે, એવા જ ફિલ્ડમાં આગળ વધો જેમાં તમને રસ હોય. જોવો કે હાલ શેની માંગ છે એ મુજબ તમારો કોર્સ પસંદ કરો તો સફળતાના આસમાને પહોંચી શકો છો. માત્ર દીકરા જ નહિં હવે તો ગુજરાતની દીકરીઓ પણ આસમાનની સફરે નીકળી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application