જેતપુરની તત્કાલ ચોકડી પાસે આજે સવારે ધોરાજીથી મોટર સાયકલ પર આવતા બે યુવકો ઇકો કારની હડફેટે ચડી જતા મોટર સાયકલ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા યુવકને ગંભીર ઇજા પહોંચતા તેને પ્રાથમિક સારવાર આપી રીફર કરવામાં આવ્યો હતો.
ધોરાજી શહેરમાં રહેતા અને જેતપુરના એચ.એચ ટ્રાન્સપોર્ટમાં મજૂરી કામ કરતા મહમદભાઈ જુનેદભાઈ કુરેશી ( ઉ.વ. ૨૧ ) અને મહમદભાઈ આમદભાઈ મતવા ( ઉ.વ.૨૬ )બંને મજૂરી સબબ અપડાઉન કરતા હોય રાબેતા મુજબ આજે સવારે પોતાનું મોટર સાયકલ લઈને આવતા હતા. ત્યારે જેતપુરની તત્કાળ હનુમાન ચોકડી પાસે પહોંચતા એક ઇકો કાર રસ્તા વચ્ચે વળાંક વાળતો હોય અને પાછળથી આ બંને યુવકો મોટર સાયકલ પર સ્પીડથી આવતા હોય મોટર સાયકલ કારની હડફેટે ચડી જતા બંને યુવકો મોટર સાયકલ પરથી નીચે પટકાયા હતા. જેમાંથી મોટર સાયકલ ચાલક મામદભાઈ કુરેશીને રોડ પર પટકાવાથી માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને માથામાં હેમરેજ થઈ જતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેસેલ મામદભાઈને પણ ગંભીર ઇજા પહોંચતા તેને જેતપુર સરકારી હોસ્પીટલે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રીફર કરવામાં આવ્યો હતો.ઇકો કાર ચાલક અકસ્માત સર્જીને નાશી ગયો હતો. આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો હોવાથી પોલીસ સીસીટીવી ફૂટેજના આધારે અકસ્માત સર્જી્ નાશી જનાર કાર ચાલકની તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 99251 12230
View News On Applicationરાજકોટ : સિવિલ હોસ્પિટલમાં કોરોના ટેસ્ટ કરાવવા આવેલા દર્દી અને સ્ટાફ વચ્ચે બબાલ
April 19, 2021 08:05 PMરાજકોટ : સોની પરિવાર અને પોલીસ વચ્ચે ઘર્ષણ, નિવેદન લેવા આવેલી પોલીસને રૂમમાં પૂરી દીધી
April 19, 2021 08:03 PMગુજરાતમાં કોરોનાનાં કેસમાં સતત વધારો : આજે 11403 કેસ અને 117ના મોત
April 19, 2021 07:58 PM