BREAKING NEWS

કોંગોમાં ઇબોલાનો હાહાકાર અમેરિકન ડોકટર પણ સંક્રમિત

  • May 19, 2026 02:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે અને અત્યાર સુધીમાં ૧૧૮ લોકોના જીવ લઈ ચુકયો છે. એક નવો અહેવાલ એ પણ સામે આવ્યો છે કે આ વાયરસે એક અમેરિકન ડોકટરને પણ સંક્રમિત કર્યા છે. આ રોગચાળો સમગ્ર દેશમાં અને પડોશી યુગાન્ડામાં ફેલાઈ રહ્યો છે. વિશ્વ આરોગ્ય સંગઠને આ રોગચાળાને આંતરરાષ્ટ્ર્રીય ચિંતાની જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી.ઇટુરી અને ઉત્તર કિવુ પ્રાંતોમાં ૩૦૦ થી વધુ શંકાસ્પદ કેસ અને અત્યાર સુધીમાં ૧૧૮ મૃત્યુ નોંધાયા છે, યારે યુગાન્ડાએ આ રોગચાળા સાથે જોડાયેલા બે મૃત્યુની પુષ્ટ્રિ કરી છે. કોંગોના નેશનલ ઇન્ડસટ્યુટ  ઓફ બાયોમેડિકલ રિસર્ચના મેડિકલ ડિરેકટર ડો. જીન–જેકસ મુયેમ્બેએ સોમવારે પુષ્ટ્રિ કરી કે ઇટુરી પ્રાંતની રાજધાની બુનિયામાં નોંધાયેલા કેસોમાં એક અમેરિકન ડોકટરનો પણ સમાવેશ થાય છે.આરોગ્ય નિષ્ણાતો અને રાહત કાર્યકરોએ અહેવાલ આપ્યો કે વાયરસ અઠવાડિયા સુધી અજાણતા ફેલાતો રહ્યો કારણ કે પ્રારંભિક તપાસમાં ઇબોલા હોવાનું સામે આવ્યું ન હતું.યોર્જટાઉન યુનિવર્સિટીના સેન્ટર ફોર ગ્લોબલ હેલ્થ પોલિસી એન્ડ પોલિટિકસના ડિરેકટર મેથ્યુ એમ. કવાનાઘે જણાવ્યું હતું કે, અમને ખોટા નકારાત્મક પરિણામો મળ્યા અને જરી પ્રતિભાવ આપવામાં અમે મોડા પડા . ખૂબ જ ખતરનાક રોગકારક રોગને સમયસર સમજવામાં અમે પાછળ રહી ગયા પછી અમે હવે તેને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.કવાનાઘે ટ્રમ્પ વહીવટીતંત્રના હુમલામાંથી ખસી જવા અને વિદેશી સહાય ભંડોળ કાપવાના નિર્ણયની વધુ ટીકા કરી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News