ઉપવાસ દરમિયાન આ ૪ વસ્તુનું સેવન તમારા શરીરને રાખશે યોગ્ય હાઇડ્રેટેડ

  • October 28, 2020 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવરાત્રીના પર્વમાં દુર્ગાના ભક્તો માટે ખૂબ જ વિશેષ છે. નવરાત્રીમાં ઘણા લોકો નવ દિવસ ઉપવાસ રાખે છે. ખરેખર, નવ દિવસ ઉપવાસ રાખવાનું સરળ નથી. ઉપવાસ દરમિયાન ક્યારેક શરીરમાં પાણીની કમી  થાય છે તો ક્યારેક જરૂરી માત્રામાં ખોરાક ન મળતા શરીરમાં નબળાઈ પણ આવી જાય છે તો આવા સમયે વધુ માત્રામાં પાણીની સાથે કેટલાક ફળો અને શાકભાજીનું સેવન કરવું પણ જરૂરી છે. તો તમે પણ જાણી લો આવા કેટલાક ફળો અને શાકભાજી વિષે જે ઉપવાસ દરમિયાન તમારા શરીરને યોગ્ય હાઇડ્રેટેડ રાખશે.

કાચા કેળા
કાચા કેળામાં ભરપુર માત્ર માં ફાઈબર હોવાથી એ તમારા શરીરની ઈમ્યુંનીટી વધારવાની સાથે તમારો વજન ઓછો કરવામાં પણ મદદરૂપ થાય છે.નવરાત્રીના ઉપવાસ દરમિયાન તમે કાચા કેળાની ખીર અને ટીકી બનાવીને પણ ખાઈ શકો છો.જે તમને એક અલગ સ્વાદ આપવાની સાથે તમારા શરીરને યોગ્ય હાઇડ્રેટેડ પણ રાખશે.ઉપવાસ દરમિયાન પુરતું પોષણ આપવા માટે તમે કાકડી,ટામેટા અને મૂળા પણ લઇ શકો છો.

શક્કરિયા
સામાન્ય રીતે તો શક્કરિયાને એફ ફળ તરીકે ગણવામાં આવે છે પરંતુ ઘણા લોકો આનો શાકભાજી તરીકે પણ ઉપયોગ કરતા હોય છે.શક્કરિયામાં રહેલાપોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ જેવા તત્વો તમારા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. આને ઈમ્યુંનીટી બૂસ્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. શક્કરિયાને તમે શાક, હલવા કે કચુંબર કોઈપણ રીતે લઈને તેનું સેવન કરી શકો છો.

શિંગોડા 
સામાન્ય રીતે શિંગોડાને પણ એક ફળ તરીકેજ ઓળખવા આવે છે. પરંતુ ઘણા લોકો તેનું શાક બનાવીને પણ તેનો ઉપયોગ કરે છે. શિંગોડામાં વિટામિન બી અને સી, આયર્ન, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પ્રોટીન જેવા ઘણા તત્વો પર્યાપ્ત માત્રામાં જોવા મળે છે.જે તમારા શરીરમાંથી પાણીનો અભાવ દૂર કરે છે. તેમજ તે શરીરમાં એનર્જી ભરે છે અને ડાયાબિટીઝ જેવા રોગોથી દૂર રાખે છે.

દુધી.
દુધીમ પુષ્કળ પ્રમાણમાં પાણી નો  સમાવેશ વ્રતના સમયે ખુબ ખવાય છે. દુધી કબજિયાત અને ગેસ જેવી પેટની સમસ્યાથી પણ દૂર રાખે છે.તેમજ દુધીનો રસ ડાયાબિટીઝના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે. તમે નવરાત્રિમાં દુધીનું શાક કે પછી તેની કે ખીર પણ ખાઈ શકો છો અથવા તેનો રસ અથવા જ્યુસ બનાવીને પણ લઇ શકો છો. .


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS