જામનગરના પૂર્વ ડે. મેયર ભરત મહેતાનું નિધન

  • May 25, 2021 10:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગઇકાલે સારવાર માટે રાજકોટ ગયેલા પૂર્વ ડે. મેયરને હૃદયરોગનો પ્રાણઘાતક હુમલો આવ્યો : ભાજપમાં શોકનું મોજુ

જામનગર મહાપાલીકાના પૂર્વ ડે. મેયર અને શાસકપક્ષના પૂર્વ નેતા ભરતભાઇ મહેતાનું ગઇકાલે રાજકોટ ખાતે હૃદયરોગનો હુમલો આવતા તેમનું નિધન થયું છે, તેમના અવસાનના સમાચાર આવતા જ ભાજપમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

પૂર્વ ડે. મેયર અને શાસક પક્ષના નેતા તરીકે ભરત મહેતાએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી અને સંગઠનમાં પણ તેઓએ સા કામ કર્યુ હતું, બે ટર્મ સુધી તેઓ વોર્ડ નં. 9ના નગરસેવક તરીકે રહયા હતા, સ્વભાવે ખુબ જ મિલનસાર હોય તેઓએ બહોળુ મિત્રવર્તુળ ઉભુ કર્યુ હતું ગરીબોની સેવા કરવા માટે તેઓ સદાય તત્પર રહેતા હતા, મહાપાલીકામાં જ નહીં જૈન સમાજમાં પણ તેઓએ આગવું નામ ઉભુ કર્યુ હતું.

આ અગાઉ તેઓ ડે. મેયર હતા ત્યારે પણ તેઓને હૃદય રોગનો હુમલો આવ્યો હતો, થોડા દિવસ પહેલા સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પીટલમાં પણ ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ગયા હતા, ગઇકાલે સાંજે એકા એક છાતીમાં દુ:ખાવો ઉપડતા ડોકટરને બોલાવવામાં આવ્યા હતા પરંતુ થોડી મિનીટોમાં જ તેમનું નિધન થયુ હતું. તેમની અંતિમ યાત્રા ગઇકાલે રાત્રે નીકળી હતી અને તેમના ઘેર ભાજપના અગ્રણીઓ ગયા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS