કચ્છમાં ફરી ધરા ધ્રુજી, ભારત–પાક.બોર્ડર પર નોંધાયો ૪.૧ની તીવ્રતાનો ભૂકંપ

  • February 01, 2024 02:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કચ્છમાં આજે ફરી ધરતી ધ્રૂજી છે. સવારે ૮.૦૬ કલાકે ૪.૧નો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની આંચકાની અસર જિલ્લાના અનેક વિસ્તારોમાં અનુભવાઈ છે. ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા છે. કચ્છમાં અગાઉ ૨૮મી જાન્યુઆરીએ ૪.૭ અને ૬ જાન્યુઆરીએ ૪.૧નો આંચકો અનુભવાયા હતા. ખવડાથી ૩૦ કિલોમીટર દૂર ભારત–પાકિસ્તાન બોર્ડર પર તેનું કેન્દ્રબિંદુ નોંધવામાં આવ્યું છે.

નોંધનીય છે કે રાયના કચ્છ વિસ્તારમાંમાં મેન ફોલ્ટલાઈન વર્ષેાથી સક્રિય છે અને ધરતીની બે પ્લેટ ટકરાતી હોવાથી અહીં ઘણીવાર ભૂકપં અનુભવાતા રહે છે. વર્ષ ૨૦૦૧ના મહાવિનાશક ભૂકપં બાદ રાયમાં ઘણીવાર આંચકા અનુભવાયા છે. ૨૦૨૨માં ૪ થી વધુ તીવ્રતાનો એક માત્ર ભૂકપં નોંધાયો હતો જે સૌરાષ્ટ્ર્રના તલાલ વિસ્તારમાં અનુભવાયો હતો. ૨૦૨૩માં ગુજરાતમાં ૪.૦થી વધુ તીવ્રતાના ૪ ભૂકંપો આવ્યા છે, જેમાં કચ્છના દુધઈમાં ૨, ખાવડા પંથકમાં ૧ અને ઉત્તર ગુજરાતના વાવ પાસે આવેલા ૧ ભૂકંપનો સમાવેશ થાય છે. યારે ૨૦૨૧માં ૪.૦ની તીવ્રતાના ૭ ભૂકંપો ભૂકપં દરમિયાન શું કરવું ભૂકપં દરમિયાન શું કરવું નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અનુસાર, ભૂકપં દરમિયાન ગભરાશો નહીં, શાંત રહો. કોઈ ટેબલની નીચે જાઓ અને તમારા માથાને એક ઢાંકો. બહાર આવ્યા પછી ઇમારતો, વૃક્ષો અને થાંભલાઓથી દૂર રહેવું. આ સિવાય લિટનો ઉપયોગ ન કરવો.

જો તમે કોઈ વાહનની અંદર હોવ તરત બહાર નીકળી જવું. ભૂકપં પછી ક્ષતિગ્રસ્ત ઇમારતોમાં ન જવું અને સીડીનો ઉપયોગ પણ ન કરવો. ભૂકંપના નુકસાનને ટાળવા માટે, દિવાલો અને છતની તિરાડોને સમયાંતરે રીપેર કરાવવી જરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application