અમરેલી જિલ્લામાં 3.7ની તીવ્રતાનો ભૂકંપ, CCTV આવ્યા સામે

  • October 27, 2024 07:49 PM 

અમરેલી જિલ્લામાં 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે. મળતી માહિતી અનુસાર ધારીથી 16 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. ભૂકંપનો આંચકો 5:16 મિનિટે આવ્યો હતો. જેની પુષ્ટિ ગાંધીનગર સિસ્મોલોજિ ડિપાર્ટમેન્ટે કરી છે.


રાજકોટ જીલ્લામાં પણ અનુભવાયો આંચકો

રાજકોટના જેતપુર સહિત ગ્રામ્ય વિસ્તાર, અમરેલી શહેર સહિત આસપાસના સાવરકુંડલા, ધારી, ચલાલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ થોડી સેકન્ડ માટે અવાજની સાથે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.


ભૂકંપનો આંચકો આવતા સાવરકુંડલાના મીતીયાળા, ધજડી, સાકરપરા, તાતણીયા સહિતના ગામો ધણધણી ઊઠ્યા હતા. ભૂકંપ આવતા જ લોકો ઘર અને દુકાનોની બહાર દોડી આવ્યા હતા.


કોઈ જાનહાની નહીં

સિનિયર સિસ્મોલોજિસ્ટે સંતોષકુમાર કહ્યું કે, જાનહાનિ કે કોઈ નુકસાની થઈ નથી. ભુકંપના અનેક કારણો હોય છે. ભારે વરસાદને કારણે પણ ભુકંપ આવ્યો હોવાની શક્યતા હોઈ શકે. સાથે જ કોઈ સેક્શન એક્ટિવ હોવાના કારણે ભુકંપ આવ્યો હોઈ શકે છે. હજુ આફ્ટર શોક પણ આવી શકે છે. આ મેગ્નિટ્યૂડમાં કોઈ નુકસાનની શક્યતા નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application