વૈજ્ઞાનિકોએ અમેરિકન સ્પેસ એજન્સી નાસાના જેમ્સ વેબ ટેલિસ્કોપની મદદથી આપણા સૌરમંડળની બહારના ગ્રહ (એકસોપ્લેનેટ) પર અત્યતં ગરમ વાતાવરણની શોધ કરી છે. પૃથ્વીની બહારના જીવનની શોધમાં આને એક મહત્વપૂર્ણ શોધ માનવામાં આવી રહી છે. જો કે, ૫૫ કેંક્રી નામના એકસોપ્લેનેટ પર જીવનની કોઈ શકયતા નથી, કારણ કે ત્યાંનું તાપમાન ઘણું વધારે છે. તે ૨,૩૦૦ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
સ્પેસ ડોટ કોમના રિપોર્ટ અનુસાર, નેચર જર્નલમાં પ્રકાશિત સંશોધનમાં જાણવા મળ્યું છે કે ૫૫ કેંક્રી પૃથ્વીથી ૪૧ પ્રકાશ વર્ષ દૂર છે. 'સુપર અર્થ' નામનો આ ગ્રહ પૃથ્વી કરતા બમણો છે, પરંતુ ઘનતા ઓછી છે. તેનું દળ પૃથ્વી કરતાં આઠ ગણું વધારે છે. તે પાંચ જાણીતા ગ્રહોમાંનો એક છે જે કર્ક નક્ષત્રમાં સૂર્ય જેવા તારાની પરિક્રમા કરે છે. ૫૫ કેંક્રીનું તાપમાન અત્યતં ઐંચું છે કારણ કે તે સૂર્ય જેવા તારાથી માત્ર ૨.૩ કિલોમીટર દૂર છે. તે લગભગ ૧૮ કલાકમાં તારાની ફરતે એક પરિક્રમા પૂર્ણ કરે છે. વૈજ્ઞાનિકોના મતે ૫૫ કેંક્રિના વાતાવરણમાં કાર્બન ડાયોકસાઇડ અને કાર્બન મોનોકસાઇડનું જાડું પડ છે. પૃથ્વીનું વાતાવરણ નાઈટ્રોજન, ઓકિસજન, આર્ગેાન અને અન્ય વાયુઓનું બનેલું છે. ૫૫ કેંક્રીની રચના આપણા સૌરમંડળના ગ્રહો જેવી છે. પૃથ્વીની જેમ નક્કર ખડકો અને નિયમિત દિવસ અને રાત છે.
૫૫ કેંક્રી ની સપાટી મેગ્મા મહાસાગરથી ઢંકાયેલી છે. તેના વાતાવરણને શોધવા માટે, જેમ્સ વેબ ટેલિસ્કોપ દ્રારા ગ્રહ અને તેના તારામાંથી ઉત્સર્જિત પ્રકાશની તુલના કરવામાં આવી હતી. ગ્રહનું તાપમાન ડેટા પરથી લેવામાં આવ્યું હતું. ગરમી ગ્રહની સપાટી પર સમાનપે ફેલાયેલી છે. વિજ્ઞાનીઓને આશા છે કે સુપર અર્થ પરના અભ્યાસોથી ખબર પડશે કે પૃથ્વી અને મંગળની રચના કેવી રીતે થઈ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech