જામનગરમાં કચરામાંથી કમાણી, કોના-કોના ખિસ્સામાં સમાણી...?

  • June 28, 2021 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાંથી દરરોજ 300 મે.ટન કચરાનો કરાય છે નિકાલ : તપાસની જર  :ઘન કચરાના નિકાલ કરનાર કોન્ટ્રાકટરની ગાડીમાં પથ્થર અને કાંકરા પણ નીકળતા હોવાની ઠેર-ઠેર ફરીયાદ : કચરાના વજન અંગે પણ ચેકીંગ કરાય તો અનેક ભોપાળા બહાર આવે તેવી શકયતા : નવા મ્યુ. કમિશ્નર વિજયકુમાર ખરાડીએ જામનગરના કચરા કાંડ અંગે ઉંડા ઉતરવું જોઇએ તેવો લોકમત : વર્ષે કચરા નિકાલના ા. 18 કરોડથી વધુ ખર્ચ થતો હોવાની વિગતો બહાર આવી

રાજય સરકારે સ્વચ્છતા અભિયાન શ કર્યુ છે તે એક સારી બાબત છે, જામનગર મહાપાલીકામાં એક પછી એક અનેક કૌભાંડો બહાર આવતા જાય છે, અગાઉ ઘન કચરાનો નિકાલ કરનારી પેઢીને બદલે વધુ રકમ આપીને અન્ય બે કોન્ટ્રાકટરોને કમાવી દેવાના આશ્રયથી કરોડો પીયાના મસમોટા બીલ બને છે તેવી ફરીયાદો પણ ખુદ નગરસેવકો કરી રહયા છે, કચરાના વજન અંગે ચેકીંગ કરવામાં આવે તો પણ અનેક ગોટાળા બહાર આવે તેવી શકયતા છે, જામનગરનું કચરા કાંડ અનેકના રોટલા અભડાવી દે તો પણ નવાઇ નહીં, અગાઉ કરતા ઓચિંતો ઘન કચરો વધુ નીકળવા લાગ્યો છે, તે અંગે પણ તપાસ કરવાની જર છે, મળતી માહિતી મુજબ દરરોજ 300 થી 325 મેટ્રીક ટન જેટલો કચરો શહેરમાંથી નીકળે છે, કચરાના પ્રોસેસ અંગેનો પ્લાન્ટ પણ ગુલાબનગરમાં સ્થાપવામાં આવ્યો છે તે સારી વાત છે, પરંતુ જામનગરમાંથી જે રીતે કચરો ઉપાડાય છે તે પઘ્ધતી અંગે જો જીણવટભરી તપાસ કરવામાં આવે તો કેટલુક સત્ય બહાર આવશે.

હજુ થોડા દિવસ પહેલા જ એક નગરસેવીકાએ કચરા ઉપાડતા કોન્ટ્રાકરે મુકેલા વાહનમાં કાંકરા અને માટી હોવાનું પણ ખુલ્યું છે તો શું આ પ્રકારનો કચરો પણ કોન્ટ્રાકટર ઉપાડી શકે ? એ અંગે પણ નિયમો શું છે તે જાહેર કરવું જોઇએ, અગાઉની કંપની કરતા પણ વધુ પીયા આપીને હાલમાં ઘન કચરો ઉપાડવામાં આવે છે તેમા કોનું હિત સમાયેલું છે તે પણ તપાસ કરવાની જર છે.

શહેરના કચરા કાંડ અંગે નવા આવેલા કડક અધિકારી મ્યુ. કમિશ્નર વિજયકુમાર ખરાડીએ ઉંડા ઉતરવાની જર છે, આ કચરા પ્રકરણમાં સિંહ અને મીન રાશીની કેટલીક વ્યકિતઓને પણ ખાનગીમાં સારો લાભ અપાતો હોવાની પણ ચચર્િ છે એટલુ જ નહીં આ લોકોને કોન્ટ્રાકટરની કંપનીના લોકો દ્વારા સારી રીતે સાચવાતા હોવાની પણ ફરીયાદો છે તે અંગે જીણવટભરી તપાસ કરવાની જર છે.

એવી વિગતો બહાર આવી છે કે દરરોજ લગભગ 300 થી 325 મે. ટન કચરો નીકળે છે તેની સામે એવી પણ વિગતો છાને ખુણે બહાર આવી રહી છે કે કોરોના કાળ દરમ્યાન હોટલ, રેસ્ટોરન્ટ, દુકાનો બંધ રહેતા 70 થી 80 ટન જેટલો કચરો ઓછો નીકળતો હતો, હાલમાં જામનગરમાં ઝોનવાઇસ કચરો ઉપાડવાની કામગીરી બે પેઢીને આપવામાં આવી છે જેમાં ઓમ સ્વચ્છતા કોર્પોરેશન અને પાવરલાઇન સેલ્ફ સર્વિસ ઘન કચરો ઉપાડી રહી છે.

શહેરમાં જયારે જયારે આ પ્રકારની વાતો બહાર આવે છે ત્યારે થોડો સમય તપાસ થશે તેવું નાટક પણ કરવામાં આવે છે, ખરી રીતે સોલીડ વેસ્ટ શાખાના કોણ કોણ કર્મચારીઓ આ સમગ્ર પ્રકરણમાં ભુમિકા ભજવે છે તે અંગે પણ મ્યુ. કમિશ્નરે તપાસ કરવાની જર છે, બે ચોકકસ વ્યકિતઓને લાભ અપાય તે માટે પણ પુરતા પ્રયાસો કરવામાં આવી રહયા હોવાનું પણ બહાર આવેલ છે ત્યારે આ અંગે પદાધિકારીઓ અને અધિકારીઓએ તટસ્થ તપાસ સમિતી નિમવી જોઇએ તેવું લોકોનું કહેવું છે.

એક સર્વેક્ષણ મુજબ લગભગ દર મહીને જામનગર શહેરમાંથી 1.50 કરોડનો કચરો ઉપાડવામાં આવે છે એટલે કે તેનું બીલ દોઢ કરોડ આવે છે, એટલે કે વર્ષના ા. 18 કરોડ થાય છે અને કયારેક કચરો હોય કે ન હોય વર્ષનું બીલ ા. 19 થી 20 કરોડ પહોંચી જાય તો નવાઇ નહીં, જામનગરમાં ઠેબા ચોકડી પાસે શહેરમાંથી તમામ નીકળેલો કચરો ઠાલવવામાં આવે છે, ખરી રીતે જામનગરના ઝોન પાડવામાં આવ્યા છે તેમા આ બે કોન્ટ્રાકટરોને ઝોનવાઇસ અમુક અમુક વિસ્તાર આપી દેવામાં આવ્યો છે, પરંતુ જે રીતે કચરા ઉપાડનારની ગાડીમાં કાંકરા અને માટી પણ જોવા મળતી રહી છે તે અંગે તપાસ કરવી જોઇએ કે આવું કેટલા સમયથી થાય છે. ભુતકાળમાં મ્યુ. કમિશ્નરે એવી વાત કરી હતી કે દરેક વાહનમાં જીપીઆરએસ સીસ્ટમ મુકવામાં આવશે તેનાથી ક્ધટ્રોલમાં બધુ રહેશે પરંતુ આ વાતો અમલ થાય છે કે નહીં અમુક કચરાની ગાડીમાં આ પ્રકારની સિસ્ટમ નથી તે પણ હકીકત છે, નવા વરાયેલા મ્યુ. કમિશ્નર વિજયકુમાર ખરાડી એક કડક અને પ્રમાણીત અધિકારીની છાપ ધરાવે છે, જામનગરમાં પણ તેઓએ ડીડીઓ તરીકે સારી કામગીરી કરી છે ત્યારે જામનગર શહેરમાંથી નીકળતા ઘન કચરા અંગે એકડેએકથી તપાસ કરવામાં આવે તો ઘણું બધું બહાર આવે તેવી શકયતા છે.

ઘન કચરાના નિકાલ અંગે મ્યુ. કમિશ્નર વિજયકુમાર ખરાડી દંડો ઉગામશે...?

જામનગરમાં દર મહિને કચરો ઉપાડવાના બે કોન્ટ્રાકટરોને ા. દોઢ કરોડથી વધુ રકમ આપવામાં આવે છે, આ સમગ્ર પ્રકરણમાં કેટલીક ચોંકાવનારી વિગતો પણ બહાર આવી છે, શું ખરેખર દરરોજ 300 થી 325 મે. ટન કચરો ઉપાડાય છે ખરો ? કોરોના કાળ દરમ્યાન ઓફીસો, દુકાનો, હોટલો, રેસ્ટોરન્ટ, બાગ બગીચાઓ બધુ બંધ હતું છતા પણ કચરો ઓછો કેમ થયો નહીં તે અંગે કયારેય કોઇએ તપાસ કરી ખરી ? સિંહ અને મીન રાશીના કેટલાક લોકોને શા માટે છાવરવામાં આવે છે, તેની સામે કેમ તપાસ થતી નથી ? આવા અનેક પ્રશ્ર્નો ખુદ નગરસેવક ઉઠાવી રહયા છે અને હવે લોકો પણ આવા પ્રશ્રનો ઉઠાવે છે ત્યારે સમગ્ર કચરા કાંડ અંગે વ્યવસ્થીત તપાસ થાય તો અનેક ચોંકાવનારી વિગતો બહાર આવશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)