લોકસભા સામાન્ય ચૂંટણી અન્વયે સેકન્ડ રેન્ડમાઇઝેશન સંપન્ન થયા બાદ આજે સવારે ઇ.વી.એમ. અને વી.વી.પેટ સંબંધિત વિધાનસભા મતવિસ્તાર મુજબ ફાળવણી કરાઇ હતી, અને નિયત સ્ટ્રોંગમમાં કડક સુરક્ષા અને ચુસ્ત બંદોબસ્ત સાથે સંબંધિત મતદાર વિભાગોના વિવિધ રાજકોય પક્ષોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સ્ટ્રોંગમમાં સીલ કરાયા હતા.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રભવ જોષીની ઉપસ્થિતિમાં સવારે ૬.૦૦ વાગ્યે અધિક જિલ્લા ચૂંટણી અધિકારી એન.કે.મુછારે ઘંટેશ્વર સ્થિત ઇ.વી.એમ.વેર હાઉસ ખાતે ઝીરો એરર સાથે ૫૦૦થી વધુ કર્મચારીઓને ઇ.વી.એમ. યુનિટ અને વી.વી.પેટની ફાળવણીનો પ્રારભં કરાવ્યો હતો. ઇલેકશન કમિશન ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા મુજબ રેન્ડમાઇઝેશનમાં બેલેટ યુનિટ ૧૨૫ ટકા, કંટ્રોલર યુનિટ ૧૨૫ ટકા અને વી.વી.પેટ ૧૩૫ ટકા લેખે તમામ વિધાનસભા મતદાર વિભાગો માટે ફાળવવામાં આવ્યા હતા, જે તમામની આજે સંબંધિત બેઠકોના ચૂંટણી અધિકારીઓને સોંપણી કરવામાં આવી હતી. પ્રત્યેક યુનિટની નોંધણી કરાયા બાદ વ્યવસ્થિત ચકાસણી કરીને જ આ યુનિટસ સ્ટ્રોન્ગ મમાં મોકલવા માટે નિયત વાહનોમાં ગોઠવવામાં આવ્યા હતા.
૬૮–રાજકોટ પૂર્વ બેઠક માટે પી.એન્ડ ટી.વી.શેઠ હાઇસ્કુલ, ૬૯–રાજકોટ પશ્ચિમ બેઠક માટે એસ.વી.વિરાણી હાઇસ્કુલ, ૭૦–રાજકોટ દક્ષિણ બેઠક માટે રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલ, ૭૧–રાજકોટ ગ્રામ્ય બેઠક માટે એ.એસ.ચૌધરી હાઇસ્કુલ, ૭૨–જસદણ બેઠક માટે મોડેલ સ્કુલ–જસદણ, ૭૩–ગોંડલ બેઠક માટે સંગ્રામસિંહજી હાઇસ્કુલ–ગોંડલ, ૭૪ જેતપુર બેઠક માટે સેન્ટ ફાન્સીઝ સ્કુલ–જેતપુર અને ૭૫ ધોરાજી બેઠક માટે ભગવતસિંહજી હાઇસ્કુલ–ધોરાજી ખાતેના સ્ટ્રોગમ નિયત કરાયા છે, જયાં આ તમામ ઇ.વી.એમ., બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ અને વી.વી.પેટને સંબંધિત બેઠકોના રાજકીય પક્ષોના ઉમેદવારોની ઉપસ્થિતિમાં વિધિવત રીતે સીલ કરવામાં આવ્યા હતા.
આ કાર્યવાહીમાં આસીસ્ટન્ટ રીટનગ ઓફિસર્સ રાજેશ્રી વંગવાણી, નિશા ચૌધરી, ચાંદની પરમાર, વિમલ ચક્રવર્તી, ગ્રીષ્મા રાઠવા, રાહત્પલ ગમારા, જય ગોસ્વામી અને જે.એન.લીખીયા, મામલતદાર દવે અને ચૌહાણ, નાયબ મામલતદારો, તથા કર્મચારીઓ સામેલ થયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech