BREAKING NEWS

વિજય બેન્કમાં મહિલા મેનેજરને સંડોવતા ૧.૧૮ કરોડના કૌભાંડમાં EOWને વિશેષ તપાસ સોંપાઇ

  • April 25, 2026 08:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટની વિજય કોમર્શિયલ બેંકમાં બોગસ દસ્તાવેજો દ્વારા વાહન અને પર્સનલ લોન કૌભાંડ સંદર્ભે મહિલા બ્રાન્ચ મેનેજર સહિતના આરોપીઓ સામે નોંધાયેલી ફરિયાદમાં ચાલતી તપાસમાં અદાલતે ઇકોનોમિક ઓફેન્સ વિંગને વિશેષ તપાસ કરી અહેવાલ આપવા હુકમ કર્યો છે.આ અંગેની હકીકત મુજબ, વિજય કોમર્શિયલ કો- ઓપરેટીવ બેન્ક લિમિટેડના આસિસ્ટન્ટ મેનેજર દુર્ગેશ આચાર્ય દ્વારા મંગળા રોડ બ્રાન્ચમાં અલગ અલગ વ્યક્તિઓના નામે થયેલી કાર લોન અને પર્સનલ લોન અન્વયે એ-ડિવિઝન પોલીસ
સ્ટેશન સમક્ષ ફરિયાદો નોંધાવવામાં આવી હતી, જેમાં મંગળા રોડ શાખામાં તા.૦૭/૦૨/૨૦૨૪થી તા. ૦૭/ ૦૨ / ૨૦૨૫ દરમ્યાન બ્રાન્ચ મેનેજર તરીકે દેવીકાબેન વસા કાર્યરત હોય તે દરમ્યાન શ્રુજય સંજય વોરા તથા લક્ષ્યાંક શૈલેષ વિઠ્ઠલાણી દ્વારા તેમના ઓળખીતાઓ અને સગા સંબંધીઓના નામે તેમના દસ્તાવેજો કાર લોનમાં મુકી કારની આર.સી. બુક, વીમા પોલિસી, ક્વોટેશન તથા કારના બિલ વિગેરે ખોટા ઉપજાવી કાઢેલા રજુ કરાવી ૧૦ (દસ) કાર લોન મંજુર કરાવી હતી. જેમાં ૩(ત્રણ) લોન પેટેની રૂ. ૨૮.૭૦ લાખ મહાકાલ એન્ટરપ્રાઈઝના પ્રોપરાઈટર મીત મહેશભાઈ પરમારના ખાતામાં તથા ૭(સાત) લોનની રકમ રૂા. ૬૪.૪૫ લાખ આર.ટી.જી.એસ. મારફત જૈન સાયન્ટીફીક ઉદ્યોગના નામની ભાગીદારી પેઢીના ખાતામાં ટ્રાન્સફર કરાયા હતા. જે રકમ માંહેથી ગુજય વોરાએ પોતાના ગીરાસ એન્ટરપ્રાઈઝમાં ટ્રાન્સફર કરાવેલ તે રીતે કાર લોન તથા ૧૩ (તેર) પર્સનલ લોનના આ.૨૫ લાખ મળી કુલ રકમ આ. ૧.૧૮ કરોડનો આર્થિક ગોટાળો કર્યાનું બહાર આવ્યું હોઈ તેમાં મુખ્ય ભુમિકા ભજવનાર તમામ આરોપીઓ તેમજ તપાસ દરમ્યાન જેમણે આર્થિક લાભ સીધો બેન્ક મારફત પોતાના ખાતામાં મેળવેલ તેમને સાહેદ બનાવેલ જે અન્વયે પ્રથમથી ફરીયાદી દ્વારા પોલીસ કમિશનર સમક્ષ ગુન્હો દાખલ થયા બાદ અને તપાસ પુર્ણ થયા પહેલા વિગતવાર લેખીત અરજ કરેલ, તેથી કમિશનર દ્વારા પણ આર્થિક ગુન્હા નિવારણ શાખાને વિશેષ તપાસ કરવા સુચન કરેલ હોય તેમજ મુળ ફરીયાદી તથા આર્થિક ગુન્હા નિવારણ શાખા દ્વારા કોર્ટ સમક્ષ અરજ ગુજારેલ, જેમાં (એ.પી.પી.) સરકારી વકીલ ભરતભાઈ સોલંકી તથા મુળ ફરીયાદી બેન્કના વકીલ દ્વારા રજુઆતો કરાતા જયુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ (ટ્રાફિક) કોર્ટના એલ.એ. ખંડેલવાલે આર્થિક ગુન્હા નિવારણ શાખાને વિશેષ તપાસ અન્વયેનો રિપોર્ટ કરવા હુકમ ફરમાવ્યો છે. આ કામમાં મુળ ફરીયાદી બેન્કવતી ગોંડલીયા એસોસીએટસને જયેન્દ્ર એચ. ગોડલીયા તથા એ.પી.પી. ભરતભાઈ સોલંકી, હિરેન ડી. લિંબડ, મયુર એચ. ગોંડલીયા, મોનિષ જોષી, કુલદિપસિંહ વાઘેલા, પારસ શેઠ, વિરલ વડગામા, મૌલીક ગોધાણી, સીરાકમુદ્દીન સેરસીયા, પિયુષ કોરીંગા તથા ક્રિષ્નાબેન પીઠડીયા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન છે. ખસમાણી, નિરાલી કોરાટ, ધારા બગવરીયા, સમીર સેરશીયા, ધવલ જેઠવા, દિપક રાઠોડ, દિક્ષીત કોટડીયા, યશ રાદડીયા, મનીષ ઠાકર, પશ સોની, મનીષ ત્રિવેદી, ભુમી મહેતા, પુજા ઉનાગર, પધ્યાવતી નાડાર, મારવીન કોરાટ, જય કંડોરીયા તથા પ્રશ્નીત રોહીત વકીલ તરીકે રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application