એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ ગુવારે નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફાક અબ્દુલ્લાને મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. માનવામાં આવે છે કે ૮૬ વર્ષીય સાંસદ અબ્દુલ્લાને જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનમાં કથિત ગેરરીતિઓની તપાસના સંબંધમાં સંઘીય એજન્સી દ્રારા સમન્સ મોકલવામાં આવ્યા છે.ઇડીએ ૨૦૨૨માં અબ્દુલ્લા વિદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી.
જમ્મુ–કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને શ્રીનગરથી લોકસભાના વર્તમાન સભ્ય અબ્દુલ્લા સામે નોંધાયેલા કેસમાં ઇડીએ ૨૦૨૨માં ચાર્જશીટ દાખલ કરી હતી. ઇડીએ કહ્યું કે આ કેસ જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના ફંડની ઉચાપત સાથે સંબંધિત છે.એજન્સીના જણાવ્યા અનુસાર, એસોસિએશનના ભંડોળને જમ્મુ અને કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓ સહિત અસંબંધિત પક્ષકારોના અંગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું અને કોઈ કારણ દર્શાવ્યા વિના સંસ્થાના બેંક ખાતામાંથી રોકડ ઉપાડી લેવામાં આવી હતી.એજન્સીએ તેમને શ્રીનગર ઓફિસમાં હાજર થવા માટે કહ્યું છે.
ઇડીએ ૨૦૧૮માં સેન્ટ્રલ બ્યુરો આફ ઇન્વેસ્ટિગેશન દ્રારા દાખલ કરવામાં આવેલી ચાર્જશીટના આધારે આ કેસ નોંધ્યો હતો. અબ્દુલ્લાને મોકલવામાં આવેલી નોટિસમાં ઇડીએ તેમને એજન્સીની શ્રીનગર ઓફિસમાં હાજર થવા માટે કહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMGST ફાઇલિંગને લઈને આવ્યું મોટું અપડેટ: નહીં કરો આ કામ તો થશે નુકસાન
June 07, 2025 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech