અંડર વલ્ડ કનેકશન અને મની લોન્ડરિંગના એક મોટા કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટએ દાઉદ ઇબ્રાહિમના નજીકના સાથી ઇકબાલ મિર્ચીની આશરે ૭૦૦ કરોડ પિયાની મિલકતો જ કરી છે.ઈડીના જણાવ્યા મુજબ, આ મિલકતો ભારતથી દુબઈ સુધી ફેલાયેલી છે અને ગેરકાયદેસર રીતે મળેલા પૈસાથી ખરીદવામાં આવી હતી.
ઈડીની તપાસમાં બહાર આવ્યું છે કે મુંબઈના વરલી વિસ્તારમાં ડો. એની બેસન્ટ રોડ પર સ્થિત ત્રણ મોટા પ્લોટ, રાબિયા મેન્શન, મરિયમ લોજ અને સી વ્યૂ, આ જીનો ભાગ છે. આ મિલકતોનો કુલ વિસ્તાર આશરે ૪,૯૭૦ ચોરસ મીટર હોવાનો અંદાજ છે. વધુમાં, ઈડ એ દુબઈમાં હોટેલ મિડવેસ્ટ એપાર્ટમેન્ટસ, કોર્પેારેટ બે અને ડીઈસી ટાવર્સમાં સ્થિત આશરે ૧૪ રિયલ એસ્ટેટ એકમોને નિશાન બનાવ્યા છે.ઈડી નો દાવો છે કે આ મિલકતો સીધી ઇકબાલ મિર્ચીના નામે નહોતી, પરંતુ ટ્રસ્ટ અને પરિવારના સભ્યોના નામે છુપાવવામાં આવી હતી. આમાં મોહમ્મદ યુસુફ ટ્રસ્ટ, આસિફ ઇકબાલ મેમણ, જુનૈદ ઇકબાલ મેમણ અને હજરા ઇકબાલ મેમણનો સમાવેશ થાય છે. ઈડીના મતે, આનો ઉપયોગ ફકત સાચી માલિકી છુપાવવા માટે કરવામાં આવતો હતો.ઈડીએ તેના અહેવાલમાં સ્પષ્ટ્રપણે જણાવ્યું છે કે આ સમગ્ર મિલકત નેટવર્ક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દ્રારા કમાયેલા નાણાંને લોન્ડરિંગ કરવાનું એક માધ્યમ હતું. ઈડીના મતે, મિર્ચી પરિવારે વ્યવસ્થિત રીતે ભંડોળ છુપાવ્યું, પ્રસારિત કયુ અને કાયદેસર બનાવ્યું. એટલું જ નહીં, તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે આ કેસમાં ગુના દ્રારા કમાયેલા નાણાંનો મોટો ભાગ વિદેશ મોકલવામાં આવ્યો હતો, જેના કારણે તેને જ કરવું મુશ્કેલ બન્યું છે.