BREAKING NEWS

દાઉદના નજીકના સલીમ ડોલા સામે EDનો સકંજો, તપાસમાં રાજકોટ સહિતના સ્થળે કરોડોના બેનામી વ્યવહારો મળ્યા

  • June 03, 2026 03:49 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના ખાસ ગણાતા એવા આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર સલીમ ઈસ્માઈલ ડોલાના નેટવર્ક પર ઇડીએ મોટી કાર્યવાહી શરૂ કરી છે. જેના ભાગરૂપે ગઈકાલે ઇડીની ટીમ દ્વારા ગુજરાતના રાજકોટ(ઉપલેટ), સુરત, અંકલેશ્વર સહિત 20 સ્થળોએ એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સુરત અને અંકલેશ્વરમાં ડ્રગ્સના પ્રોડક્શન અને રાજકોટમાં હવાલા નેટવર્કનો પર્દાફાશ થયો હતો. ઇડીની તપાસમાં કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા છે.

દાઉદ ઈબ્રાહીમના ખાસ મનાતા એવા સલીમ ઈસ્માઈલ ડોલાના નેટવર્ક પર ઇન્ફોર્સમેન્ટ ડિરોકટેરટની મુંબઈ ઝોનલ ઓફિસે મોટી કાર્યવાહી શરૂ કરી છે. ગુજરાતમાં સુરત, અંકલેશ્વર અને રાજકોટ તેમજ મુંબઈ સહિત સહિતના ૨૦ સ્થળોએ એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી સલીમ ડોલા અને તેના સાથીદારો દ્વારા ચલાવવામાં આવતા ડ્રગ્સ સિન્ડિકેટના નેટવર્કને ભેદવા માટે કરવામાં આવી છે. ઇડીએ ગુજરાતમાં સલીમ ડોલાના ડ્રગ્સ અને હવાલા નેટવર્કનો પર્દાફશ કર્યો છે.દક્ષિણ ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સનું ઉત્પાદન કરી રાજકોટ (ઉપલેટા) માં હવાલા પાડવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે.


આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કર સલીમ ઈસ્માઈલ ડોલાએ દાઉદના સંગઠિત નાર્કોટિક્સ વ્યવસાયનો મુખ્ય સંચાલક છે અને લાંબા સમયથી તે ભારત બહાર રહીને આ નેટવર્ક ચલાવતો હતો. ખાસ કરીને એમ.ડી. સ્થાનિક સ્તરે પણ દવાની નાની જોબવર્ક કરતી ફેક્ટરીઓમાં ઉત્પાદન કરી શકાય તે માટે મોટાપાયે સુરત, અંકલેશ્વર અને રાજકોટ જિલ્લાના કેમિકલ કંપનીઓમાં તેનું ઉત્પાદન થતું હોવાનું અને સપ્લાય થતું હોવાની શક્યતા પર આ દરોડા પાડવામાં આવ્યા છે.


ખાસ કરીને સુરત અને અંકલેશ્વરમાં ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનું અને રાજકોટમાં હવાલા નેટવર્ક ચાલતું હોવાનું સામે આવ્યું છે. જે કાર્યવાહી સંદર્ભે ઇડીની ટીમ દ્વારા સુરત, અંકલેશ્વર, રાજકોટ અને મુંબઈમાં કરોડોના કારોબારના દસ્તાવેજ જપ્ત કર્યા છે. અંડરવર્લ્ડ અને નાર્કોટેરર લીંક પર ઇડી દ્વારા અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.


એટલું જ નહીં ઇડીની ટીમ દ્વારા સિન્થેટિક ડ્રગ્સ બનાવવા માટે કાચું રસાયણ સપ્લાય કરનારા વેપારીઓ અને ટ્રાન્સપોર્ટરોની યાદી તૈયાર કરવામાં આવી રહ્યાનું અને તેના પર ઓપરેશન શરૂ કરવાનું પણ જાણવા મળી રહ્યું છે.


ડ્રગ્સના કાળા કારોબારમાંથી મિલકતો વસાવનાર સામે તવાઇ

ડ્રગ્સના નેટવર્કની કાળી કમાણીમાંથી બેનામી મિલકતો ખરીદી છે તેઓ પણ તપાસના ડાયરામાં છે. સુરત, અંકલેશ્વર આસપાસ કેમિકલ ઉત્પાદકોની ફેક્ટરીઓ છે ત્યાં પણ તપાસ ચાલી રહી છે. આ સંબંધિત અનેક એફઆઈઆરના આધારે તપાસ લંબાવી હતી. આ નેટવર્કમાં માદક દ્રવ્યોના વેપાર સાથે સંકળાયેલા લોકોની પૂરી યાદી તૈયાર કરવામાં આવી હતી અને ઉત્પાદનની સપ્લાય તેમાં નાણા આપનાર હવાલા નેટવર્ક તથા ટ્રાન્સપોર્ટ કરનારાઓ સામે ઓપરેશન ચલાવાઇ રહ્યું છે તેમજ તેમની મિલકતો અંગે પણ તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News