ભ્રષ્ટાચારના કેસમાં સજા માટે ઈડી–સીબીઆઈ ૧૦૦ ટકા પ્રયાસ કરે

  • March 12, 2024 12:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કોલકાતા હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહત્વની ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે ઈડી–સીબીઆઈએ ભ્રષ્ટ્રાચાર સંબંધિત મામલામાં ૧૦૦ ટકા સજા કરાવવાનો પ્રયાસ કરવો જોઈએ.જેથી કરીને લોકોમાં ન્યાય માટે વધુ ભરોસો બેસે અને ગુનેગારો ખોટા કામ કરતા અટકે. કલકત્તા હાઈકોર્ટે ભ્રષ્ટ્રાચારના મામલાઓ અંગે મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ (ઈડી) જેવી એજન્સીઓએ ભ્રષ્ટ્રાચારના કેસોમાં દોષિત ઠરવાનો દર લગભગ ૧૦૦ ટકા બનાવવાનો પ્રયાસ કરીને જાપાન અને સિંગાપોર જેવા વિકસિત દેશોને અનુસરવું જોઈએ. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આ દેશોમાં દોષિત ઠરવાનો દર લગભગ ૮૦ ટકા હતો જેણે દેશને ભ્રષ્ટ્રાચાર મુકત બનાવ્યો હતો.જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ અજય કુમાર ગુાની ખંડપીઠે નોકરી બદલ રોકડ ભરતી કૌભાંડના આરોપી કુંતલ ઘોષની જામીન અરજીની સુનાવણી દરમિયાન આ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તમને જણાવી દઈએ કે ઈડી આ મામલાની તપાસ કરી રહી છે.તપાસ અને ન્યાયિક પ્રક્રિયા જલ્દી પૂર્ણ થવી જોઈએ


...નહીં તો દેશ કયારેય ભ્રષ્ટ્રાચારથી મુકત નહીં થાય
કોર્ટે કહ્યું કે ભ્રષ્ટ્રાચારના આરોપોની ઝડપથી તપાસ થવી જોઈએ અને ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થવી જોઈએ, નહીં તો દેશ કયારેય ભ્રષ્ટ્રાચારથી મુકત થઈ શકશે નહીં. યારે ડેપ્યુટી સોલિસિટર જનરલ ધીરજ ત્રિવેદીએ આ કેસમાં રિપોર્ટ ફાઈલ કરવા માટે સમય વધારવાની માંગ કરી ત્યારે કોર્ટે કહ્યું કે આવા મોટા ભ્રષ્ટ્રાચારના મામલાઓ પર તાત્કાલિક કાર્યવાહી થવી જોઈએ અને લોકોની યાદશકિતમાંથી તેને ઓસરવા દેવી જોઈએ નહીં.

કોર્ટે ઈડીને સમય આપ્યો
કોર્ટે એવી પણ આશંકા વ્યકત કરી હતી કે એજન્સીના કેટલાક અધિકારીઓ આરોપીઓ સાથે મિલીભગતમાં હોઈ શકે છે. તે ડાયરેકટરને આવા આરોપોની તપાસ કરવા કહેશે. આ બાબતોને લાંબો સમય ચાલવા દો નહીં તો ભ્રષ્ટ્રાચાર સામે લડતી સમગ્ર સંસ્થાની વિશ્વસનીયતા મજાક બની જશે. કોર્ટે ઈડીને રિપોર્ટ રજૂ કરવા માટે સમય આપ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application