દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાહનીની સીરીઝમાં બાકી રહેલા નંબર માટે ઈ-ઓકસન પ્રક્રિયા

  • June 21, 2021 11:15 AM 

   દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં ફોર વ્‍હીલર સીરીઝ જીજે-37(જે) (બી) તથા ટુવ્‍હીલર સીરીઝ જીજે-37 (કે) અને જુની સીરીઝ જીજે-37 (ઇ),(એફ),(એચ)માં બાકી રહેલા સિલ્‍વર તથા ગોલ્‍ડન નંબર માટેનું ઇ-ઓકસન હાથ ધરવામાં આવનાર છે. જેનો ઓનલાઈન અરજીનો સમયગાળો તા. 21 થી તા. 23 જૂન સુધી, ઇ-ઓકશનનો બિડિંગ કરવાનો સમયગાળો તા. 24 અને તા. 25, તેમજ ઈ-ઓકસનનું પરિણામ તા.28ના બપોર પછી રાખવામાં આવશે.

    વાહન માલિકોએ સૌ પ્રથમ www.parivahan.gov.in વેબસાઇટ પર રજીસ્‍ટ્રેશન કરાવ્‍યા બાદ યુઝર આઈ-ડી અને પાસવર્ડ મેળવવાનો રહેશે. ત્‍યાર બાદ આ વેબસાઇટ પર લોગ- ઈન કરીને વાહન ખરીદીના સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ ભરવાનું રહેશે.

    વાહન માલિક ગોલ્‍ડન અને સિલ્‍વર અને અન્‍ય પસંદગીના નંબર પરથી કોઈ એક નંબર પસંદ કરીને ઓનલાઈન પેમેન્‍ટ પ્રક્રિયા કરીને ઓનલાઈન રસીદ મેળવી લેવાની રહેશે. વાહન માલિક પોતાની બિડ ઉપરોકત દર્શાવેલ સમયગાળા દરમ્‍યાન એક હજારના ગુણાંકમાં વધારી શકશે. ઈ-ઓકશનના અંતે નિષ્‍ફળ થયેલા અરજદારોએ રિફંડ માટે ખંભાળિયા સ્થિત સહાયક પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારીની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. પસંદગીના લાગેલા નંબરવાળા અરજદારોએ બાકી રકમનું ચુકવણું પાંચ દિવસમાં ઓનલાઇન રવાનું રહેશે. જેમાં નિષ્‍ફળ ગયેલા પસંદગીના નંબરની ફીનું રિફંડ મળશે નહી. તેમ દેવભૂમિ દ્વારકા એ.આર.ટી.ઓ.ની યાદીમાં જણાવાયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS