પોરબંદરમાં રજાના દિવસોમાં પણ ઈ-કે.વાય.સી. થઈ શકશે

  • April 28, 2025 03:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજકાલ પ્રતિનિધિ-પોરબંદરપોરબંદર જિલ્લામાં રજાના દિવસોમાં પણ રેશનકાર્ડ ધારકો ઈ-કે.વાય.સી. કરાવી શકશે.
પોરબંદર જિલ્લાના એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકો તા.૩૦/૪ સુધીમાં રજાના દિવસોમાં પણ ઈ-કે.વાય.સી. કરાવી શકશે. રેશનકાર્ડમાં નામ ધરાવતા તમામ નાગરિકોનું ઈ-કે.વાય.સી. કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.ત્યારે રજાના દિવસોમાં પણ પોરબંદર જિલ્લાના નાગરિકોને મામલતદાર કચેરી, ગામમાં વી.સી. દ્વારા તેમજ ગામમાં સસ્તા અનાજની દુકાનધારકો પાસે રજાના દિવસોમાં પણ ઈ કે.વાય.સી.ની કામગીરી કરવામાં આવશે.જે નાગરિકોને ઈ- કે.વાય.સી. કરવાનું બાકી છે તેઓએ તા.૩૦/૪ સુધીમાં ઈ- કે.વાય.સી. કરાવી શકશે અને નાગરિકો ઘર બેઠા પણ પોતાનું ઈ કે.વાય.સી. માય રેશન મોબાઇલ એપ્લીકેશન દ્વારા ફેસ ઓથેન્ટીકેશન મારફતે ઈ કે.વાય.સી. કરી શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application