BREAKING NEWS

દેશમાં પેટ્રોલ કરતાં લીટરે વીસ રૂપિયા સસ્તું E–૮૫ ઈંધણ લોન્ચ

  • June 06, 2026 01:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજધાની દિલ્હીમાં લેકસ–યુઅલ કાર અને બાઇક માટે ઈ૮૫, અથવા લેકસ–યુઅલ, પહેલીવાર લોન્ચ કરવામાં આવ્યું છે. હવે, લેકસ–યુઅલ વાહનો માટે ઇથેનોલ–મિશ્રિત ઈંધણ પેટ્રોલ કરતાં ૨૦ પિયા સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ નવી દિલ્હીમાં ઇન્ડિયન ઓઇલના યુઅલ પપં પર ઈ૮૫ યુઅલનું સત્તાવાર લોન્ચિંગ કયુ. ઇથેનોલ અને પેટ્રોલના મિશ્રણમાંથી બનેલું આ ખાસ યુઅલ પર્યાવરણને અનુકૂળ તો છે જ, પણ નિયમિત પેટ્રોલ કરતાં ૨૦ પ્રતિ લિટર સસ્તું પણ છે. દિલ્હીમાં તેની કિંમત ૮૨ પ્રતિ લિટર છે, યારે પેટ્રોલની કિંમત ૧૦૨ પ્રતિ લિટર છે.દેશમાં પેટ્રોલ કરતાં ઈ૮૫ યુઅલ લોન્ચ કરવાની આ પહેલ માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'સ્વચ્છ અને ગ્રીન ઇન્ડિયા'ના વિઝનને મજબૂત બનાવતી નથી, પરંતુ દેશના ખેડૂતોની આવક વધારવા અને ઉર્જા આયાત બિલ ઘટાડવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવશે. તાજેતરમાં, પીએમ મોદીએ જનતાને તેલ બચાવવા અપીલ કરી હતી. હાલમાં, દેશભરમાં પસંદગીના ૪૮ જાહેર ક્ષેત્રના પેટ્રોલ પપં પર ઈ૮૫ યુઅલ ઉપલબ્ધ છે. સરકારની એક મોટી વિસ્તરણ યોજના છે. ડિસેમ્બર ૨૦૨૬ સુધીમાં, દેશભરના ૫૦૦ પેટ્રોલ પપં પર ઈ૮૫ લેકસ યુઅલ ઉપલબ્ધ થશે. ડિસેમ્બર ૨૦૨૭ સુધીમાં, ભારતભરના આશરે ૫,૦૦૦ પેટ્રોલ પપં પર ઈ૮૫ યુઅલ ઉપલબ્ધ થશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application