અયોઘ્યા રામમંદિરમાં દ્વારકાની પ્રથમ પૂજા કરાયેલી ઘ્વજાનું થશે આરોહણ

  • December 11, 2023 12:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શ્રીરામ જય રામ જય જય રામના મંત્ર દ્વારકાધીશની ઘ્વજા પર અંકિત કરી ૧૩ ગજની ઘ્વજાનું થશે આરોહણ

આગામી ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ ભારતના સનાતન ધર્મના મુખ્ય આરાધ્યદેવ ભગવાન શ્રી રામચંદ્રજીના નવ નિર્મિત અયોધ્યા ખાતેના મંદિર શિખર પર ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ પ્રથમ ઘ્વજા આરોહણ દ્વારકાધીશ જગતમાં સેવા પૂજા યજમાન વૃત્તિ કરનારા દ્વારકાની ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા પૂજા કરેલા ધ્વજાજીનું ધ્વજા આરોહણ કરવામાં આવશે.
મીઠાપુરમાં વસવાટ કરનાર યજમાન યોગેશભાઈ ફલડિયા દ્વારા પૂર્વ કરેલા સંકલ્પને અનુમોદન આપી દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિના પ્રયાસો દ્વારા અયોધ્યા રામ મંદિર પર ધ્વજા આરોહણ માટેની પરવાનગી અયોધ્યા સ્થિત ટ્રસ્ટ પાસેથી પ્રાપ્ત કરી યજમાનનો સંકલ્પપૂર્ણ થશે.
શ્રીરામ જયરામ જય જય રામ. આ ૧૩ અક્ષરો તથા જય દ્વારકાધીશ ધ્વજાજી પર અંકિત કરાવી ૧૩ ગજની ધ્વજા આરોહણ થશે. આજે તારીખ ૯/૧૨/૨૦૨૩ શનિવારના રોજ બ્રહ્મપુરી નંબર ૧ પાસે આવેલા ધ્વજા પૂજન હોલમાં મંત્રોચ્ચાર સાથે અયોધ્યા રામ મંદિર ધ્વજાજીનું પૂજન કરવામાં આવ્યું હતુ.
જેમાં ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિના સહમંત્રી, મધ્યસ્થ સભાના સદસ્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આગામી દિવસોમાં ધ્વજાજી દ્વારકાધીશજીના ચરણ સ્પર્શ બાદ અયોધ્યા ખાતે મોકલવામાં આવશે. જ્યાં ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ના રોજ નવનિર્મિત શિખર પર આ ધ્વજાજીનુ આરોહણ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દ્વારકા ગુગ્ગુળી બ્રાહ્મણ જ્ઞાતિના સહમંત્રી તેમજ દ્વારકાધીશ જગત મંદિરના પૂજારી ચેતનભાઇ પુજારી દ્વારા આ કાર્યમાં વિશેષ યોગદાન રહ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application