દ્વારકાની લોહાણા મહાજન વાડી ભૂમિપૂજનની કાગડોળે રાહ જોઈ રહી છે.....!

  • October 11, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દાતાઓ ડોનેશન આપવા તૈયાર પરંતુ આડોળાઈ કરતા એક ટ્રસ્ટીને જ્ઞાતિના હિત કરતા પોતાનું અંગત હિત વધારે વ્હાલું છે....!


દ્વારકા લોહાણા મહાજનવાડી હાલમાં અત્યંત જર્જરીત અને બીસ્માર હાલતમાં હોય સમાજવાડી નવનિર્માણ માટેના ભૂમિપૂજનની કાગડોળે રાહ જોઈ રહી છે. સમાજવાડીના જર્જરીત ભાગો જોતા જણાય છે કે કોઈ આકસ્મિક સંજોગો ઉભા ન થાય તેની તકેદારીના ભાગરૂપે સમાજવાડીને તાત્કાલિક અસરથી ડીમોલેશન કરવી જોઈએ. પરંતુ લોહાણા મહાજનના જુના ચાર ટ્રસ્ટી પૈકી એક વયોવૃધ્ધ ટ્રસ્ટી શહેરના એક ચતુરચંદના કહેવાથી ઉંધા રસ્તે ચાલવા માંડ્યા છે અને ચતુરચંદ કહે તેટલું જ પાણી પીવે છે અને સમાજના કામોમાં અનેક ગુંચવણો ઉભી કરી રહેલ છે.


જ્ઞાતિના વિશ્ચાસુ સૂત્રોમાંથી મળતી વિગત મુજબ આ આડોળાઈ કરતા વયોવૃધ્ધ ટ્રસ્ટીને જર્જરીત સમાજવાડીના નવનિર્માણ કરતા એક ‘ચતુરચંદ” ને ટ્રસ્ટીમાં લેવામાં વધુ રસ છે તેવું પણ જગ જાહેર ચર્ચાય રહયું છે. ‘ચતુરચંદ” આ વયોવૃધ્ધ ટ્રસ્ટીની નિયમીત મુલાકાત લે છે અને રોજબરોજ નવી નવી સ્કીમો બતાવીને ગેરમાર્ગે દોરવાની સતતને સતત પ્રવૃતિ કરી રહેલ હોવાથી આ વયોવૃધ્ધ વડીલ ટ્રસ્ટીનું “બ્રેઈનવોશ' થઈ ગયેલ છે અને માત્રને માત્ર ચતુરચંદને જ સર્વોપરી માને છે. જ્ઞાતિના નવનિયુકત થયેલા ચાર ટ્રસ્ટીઓ નવી મહાજન વાડી બનાવવા તલપાપડ છે પરંતુ એકમાત્ર વયોવૃધ્ધ ટ્રસ્ટીની આડોળાઈને કારણે સમગ્ર સમાજવાડીનું કામ હાલમાં ટલ્લે ચડી ગયું છે. દાતાઓ ડોનેશન આપવા તૈયાર છે પરંતુ એક ટ્રસ્ટીને જ્ઞાતિના હિત કરતા પોતાનું અંગત હિત વધારે વ્હાલું હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. સંત જલારામ બાપા આ વયોવૃધ્ધ ટ્રસ્ટીને સદબુધ્ધિ આપે તેવું દ્વારકાના રધુવંશી ઓ ઈસ્છી રહ્યા છે


દેશ વિદેશથી આવતા રધુવંશીઓની કફોડી હાલત



યાત્રાધામને હોવાના કારણે દેશ વિદેશ માંથી રધુવંશી ઓ કાળયાઠાકરના દશઁનાથે આવતા હોય  સમાજના લોકોની પહેલી પસંદ સમાજ વાડી હોય એ વાત ચોક્કસ છે પરંતુ દ્વારકા લોહાણા મહાજન વાડીની જજઁરીત હાલત જોય નીરાશ થય ના છૂટકે અન્ય વ્યવસ્થા કરવા મજબૂર બને છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application