દ્વારકાધીશ જગતમંદિરે આજે જલયાત્રા મનોરથ

  • June 24, 2021 10:52 AM 

દ્વારકામાં પૂર્વ સંધ્યાએ જલયાત્રાની તૌયારી રુપે પુજારી પરીવાર દ્વારા જગતમંદિરેથી વાજતે ગાજતે ચાંદીના બેડા જારીજી લૌઇ ભદ્રકાલી મંદિર પરીસરમાં આવેલ અધોરી કુંડમાંથી જલ ચાંદીના વાસણમાં જલ ભરવામાં આવે છે.

 

જગવિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરે દર વર્ષની જેમ આ વર્ષ પણ જેઠ સુદ-પૂર્ણીમાને ગુવારને દિવસે જલયાત્રા મનોરથ રાખવામાં આવ્યો હતો, દ્વારકાધીશ મંદિરના પુજારી નેતાજીએ જણાવ્યું કે  મનોરથની પૂર્વ સંધ્યાએ પરંપરાગત રીતે જલયાત્રાની તૈયારી રુપે પુજારી પરીવારની મહિલાઓ અને પુરુષો દ્વારા દર વર્ષની જેમ પરંપરાગત જગતમંદિરેથી વાજતે ગાજતે ચાંદીના બેડા જારીજી લૈય ભદ્રકાલી મંદિર પરીસરમાં આવેલ અધોરી કુંડમાંથી જલ ભરવા જાય છે. જયા ચાંદીના બેડામાં જલ ભરી પુજારી પરીવાર દ્વારા શાસ્ત્રોક પુજનવિધિ કરી જગત મંદિરે પાવન જલ લઇ જવાય છે.

 

આજરોજ પૂર્ણિમાના સવારે મંગલા આરતી બાદ કાળિયા ઠાકોરને ખુલ્લા પડદે આંબાથી અભિષેક સ્નાન કરાવામાં આવેલ હતું, તેમજ સાંજે નિજ મંદિર ગર્ભગ્રુહ પાસે પાવન જળથી પુજારી પરીવારના પૂરુષો દ્વારા શાસ્ત્રો વિધીથી સાથે પવિત્ર જલથી કુંડ (હોજ) ભરવામાં આવ્યો ત્યારે શ્રીજીના બાલ સ્વપ ગોપાલજીને જુઇ, ચમેલી, મોગરા સહિતના ફુલ શણગાર કરી નાવમાં બેસાડવામાં આવે છે, બાદમાં શ્રીજીને સાંજે ઉત્થાપન બાદ જલયાત્રા મનોરથ રાખવામાં આવ્યો છે. આ દર્શનો ભાવિકો કોરોનાના નિયમોનું પાલન કરી દર્શનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS