દ્વારકાધીશ જગતમંદિરે ૧૪મે ના દિવસે અક્ષય તૃતીયા ઉત્સવની ભક્તો વિના ઉજવણી થશે

  • May 12, 2021 12:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઠાકોરજીની ઉત્સવ આરતી બોપરે ૧૨ કલાકે થશે અભિષેક રાત્રે ૮:૦૦ કલાકે થશે: ભાક્તો શોશ્યલ મિડીયાના માધ્યમથી કાળિયા ઠાકોરના દર્શન ઓન લાઇન કરી શકશે

યાત્રાધામ દ્વારકા જગતમંદિર ખાતે અગામી ૧૪મે શુક્રવારના વૈશાખ સુદ ૦૩(ત્રીજ) ના દિવસે અક્ષય તૃતીયા હોવાથી શ્રીજીના ઉત્સવ દર્શના કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.

શ્રીજીનો સવારનો ક્રમ મંગલા આરતી નિત્યક્રમ મુંજબ કરવામાં આવશે. (સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ સુધી દર્શન બંધ રહેશે.) અક્ષય તૃતીયા ઉત્સવ નિમીતે શ્રીજીની ઉત્સવ આરતી બોપરે ૧૨:૦૦ કલાકે થશે. ઉત્સવ દર્શન બોપરે ૧૨:૦૦ થી ૧:૩૦ વાગ્યા સુધી થશે. અનોસર દર્શન (બંધ)૧:૩૦ કલાકે થશે. સાંજનો ક્રમ નિત્યક્રમ મુંજબ રહેશે. શ્રીજીને અભિષેક રાત્રે ૮:૦૦ કલાકે કરાશે. શયન રાત્રે ૯:૩૦ કલાકે થશે. કોવિડ 19ની હાલની સ્થિતીને ધ્યાનને લઇ સરકારશ્રી ના આદેશ મુંજબ મંદિરમાં દર્શનાથીઓ માટે પ્રવેશ બંધ હોવાથી ભક્તો સંસ્થાની વેબસાઇડ તેમજ અધિકૃત શોશ્યલ મિડીયાના માધ્યથી ઓનલાઇન દર્શનો લાભ લેવા વહિવટદાર દ્વારકાધીશ મંદિર દ્વારકાની યાદિમાં જણાવ્યું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)