યાત્રાધામ દ્વારકા સહિત દેવભુમિ જિલ્લામાં સોમવારે બ્લેક આઉટ રદ કરવાનો નિર્ણય વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યો હતો.યાત્રાધામ સહિત દેવભૂમિમાં શનિવાર બાદ રવિવારે પણ તંત્ર દ્વારા સર્તકતારૂપે બ્લેક આઉટની અપીલ કરતા લોકોએ સ્વયંભૂ સમર્થન આપ્યુ હતુ.જેના પગલે સુર્યાસ્ત બાદ સુર્યોદય સુધી બ્લેકઆઉટ સાથે અંધારપટ રહયો હતો.જે સાથે જગતમંદિરના દર્શનના ક્રમમાં પણ અગાઉ ફેરફાર કરાયો હતો. જેમાં સાંજે સાડા સાત વાગ્યા બાદ દર્શનાર્થીઓના પ્રવેશ નિષેદ સાથે આઠ વાગ્યાથી સંપૂર્ણ બ્લેક આઉટ રહયો હતો.જેને વેપારી ગણે પણ સરાહનીય પ્રતિસાદ આપતા બ્લેક આઉટ સફળ બનાવ્યો હતો.
સોમવારે ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેથી સ્થિતિ મહદઅંશે નિવારાતા દેવભૂમિ દ્વારકા પંથકમાં કરવામાં આવેલ બ્લેક આઉટ પણ રદ કરવામાં આવ્યું છે. તેના કારણે યાત્રાધામ દ્વારકાના જગત મંદિર પણ સાંજના 8.00 કલાકથી લઈ સવારના 6.00 વાગ્યા સુધી બંધ કરવાનો અગાઉ જે નિર્ણય લેવાયો હતો, તે રદ કરી રાબેતા મુજબ જગત મંદિર ભક્તો માટે રાત્રિના 9:30 કલાક સુધી ખુલ્લું રાખવામાં આવશે.બુદ્ધ પૂર્ણિમાના મોટી સંખ્યામાં ભાવિકોએ દ્વારકાધીશજીને શિશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એ.ટી.એમ. સેન્ટર બહાર છેતરપીંડી કરનાર શખ્શ ઝડપાયો
May 13, 2025 03:27 PMનવો કોન્ટ્રાક્ટ ન અપાય ત્યાં સુધી રીવરફ્રન્ટ ને વેકેશન પૂરતો ખોલવા ઈ રજુઆત
May 13, 2025 03:26 PMમાતાની મૈયતમાં જતા પુત્રનો જનાજો નીકળતા અરેરાટી
May 13, 2025 03:26 PMસુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી ગંદાપાણીનો થઇ રહ્યો છે નિકાલ
May 13, 2025 03:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech